//

ભારતીય જળ સીમાએથી અપહરણ કરાયેલા માછીમારોને પાકિસ્તાનમાં આખે કેમ બાંધાયા પાટા

ભારતીય જળ સીમા ફિશિંગ કરતી સૌરાષ્ટ્ર ની બોટો નું પાક,મરીન દ્રારા અવાર નવાર અપહરણ કરવા માં આવે છે અને પાકિસ્તાન ના કરાચી બનાર્ડોએ થી લઈ જય ને વર્ષો સુધી જેલ માં બંધક બનાવી રાખવા માં આવે છે પરંતુ ગઈકાલે પાક મરીને સૌરાષ્ટ્ર ની ચારબોટો સાથે 24 માછીમારો ના અપહરણ કર્યા હતા જેના તમામ માછીમારો ને  પાકિસ્તાન લઇ જઈ ત્યાં આંખે પાટા બાંધી ને રાખવા માં આવ્યા હોવાના ફોટા બહાર આવ્યા છે.

પાકિસ્તાન સુરક્ષા એજન્સીઓ માછીમારો સાથે કેવું વર્તન કરે છે તેની સ્પષ્ટ છબી સામી આવી છે ફોટા પર થી સાબિત થઇ રહ્યું છે જો કે ભારતના માછીમારોની પાકિસ્તાનની જેલમા ત્યાની સરકાર અને પોલીસ કેવુ વર્તન કરતી હશે.અગાઉ પણ અનેક માછીમારોએ પાકિસ્તાન પર અનેક આક્ષેપ કર્યા છે. ત્યા માનસીક રીતે હેરાન કરવામાં આવે છે.જમવામા અને રહેેવામા અગવડો ઉભી કરવામાં આવે છે.સાથે આપડા દેશની માહિતીઓ લેવાના પ્રર્યાસો કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published.