///

ભારતીય રેલવેએ પ્રવાસીઓનો ધસારો વધતા સ્પેશિયલ ટ્રેનો ચાલુ રાખવાની ફરજ પડી

ભારતીય ટ્રેનોએ પ્રવાસીઓનો ધસારો વધવાને પગલે સ્પેશિયલ ટ્રેનો જે નવેમ્બર પૂરતી મર્યાદિત હતી તેને ચાલુ રાખવાની ફરજ પડી છે. સાથે સાથે ભારતીય રેલવેએ કેટલીય ટ્રેનોના સમયમાં પણ ફેરફાર કર્યો છે. આ સિવાય સાહેબગંજ-દાનાપુર ઇન્ટરસિટી પૂજા સ્પેશિયલને 31 ડિસેમ્બર સુધી અને બાંકા-રાજેન્દ્ર નગર સ્પેશિયલને દસ ડિસેમ્બર સુધી લંબાવી છે. આ ઉપરાંત ભાગલપુરથી આનંદવિહાર જનારી વિક્રમશિલા એક્સપ્રેસ સવારે 11.50 વાગે ઉપડશે.

આ ઉપરાંત ગાંધીધામ ભાગલપુર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન મુંગેર, બરૌની, મુઝફ્ફરપુર, બાબુધામ, મોતિહારી ગોંડા, બસ્તી, ગોરકપુર, લખનઉ અને કાનપુરના રસ્તે ચાલશે. આ ટ્રેન 28 ડિસેમ્બર સુધી દરરોજ સોમવારે સવારે સાડા છ વાગે ભાગલપુરથી ઉપડશે અને 25 ડિસેમ્બર સુધી દર શુક્રવારે સાંજે 5-40 વાગે પરત આવવા ઉપડશે. આ ટ્રેનમાં જનરલ ક્લાસમાં મુસાફરી કરનારાઓએ દરેક સ્થિતિમાં રિઝર્વેશન કરાવવું પડશે.

બીજી બાજુ સાહેબગંજ-દાનાપુર ઇન્ટરસિટી પૂજા સ્પેશિયલ ટ્રેનને હવે 31 ડિસેમ્બર સુધી ચાલુ રાખવામાં આવશે. પહેલા તેને 21થી 30 નવેમ્બર સુધી ચલાવવાની હતી. સાહેબગંજથી બપોરે 2.30 વાગે ઉપડશે તેમજ 3.58 વાગે ભાગલપુર પહોંચશે. આ સિવાય તે રાત્રે 11.45 વાગે દાનાપુર આવશે. દાનાપુરથી સવારે 4.52 વાગે ઉપડશે અને 11.10 વાગે ભાગલપુર આવશે. આ ઉપરાંત 11.20 વાગે ઉપડશે અને બપોરે 1.20 વાગે સાહેબગંજ પહોંચશે.

તો બાંકા-રાજેન્દ્રનગર સ્પેશિયલ ટ્રેન હવે દસમી તારીખ સુધી ચાલશે. બાંકા સ્પેશિયલ સપ્તાહમાં ત્રણ દિવસ ચાલશે. રાજેન્દ્રનગરથી એકથી દસ ડિસેમ્બરની વચ્ચે દરેક સોમવાર, મંગળવાર અને બુધવારે તે ઉપડશે. બાંકાથી બેથી દસ ડિસેમ્બર સુધી દર મંગળવાર, બુધવાર અને ગુરુવારે તે ઉપડશે.

Leave a Reply

Your email address will not be published.