/

પી.એમ. મોદી ફરી આવી શકે છે ગુજરાત જાણો શું છે કાર્યક્રમ

આગામી દિવસોમાં રાજયસભાની ચૂંટણી યોજાવવાની છે. જેને લઇને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ચૂંટણીને લઇને દેશના વડાપ્રધાન નરેન્દ્વ મોદી ગુજરાત પ્રવાસે આવવાનાં હોવાની શકયતાઓ સેવાઇ રહી છે. પરંતુ સત્તાવાર જાહારાત થઇ નથી. P.M. નરેન્દ્વમોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીની પણ મુલાકાત લેશે તેવી વાતો સામે આવી છે. તેમજ U.N. મહેતા હોસ્પિટલના લોકાર્પણ કાર્યકમમાં હાજરી આપે તેવી શકયતાઓ છે. નરેન્દ્વ મોદી આગામી ૨૧ માર્ચથી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ગુજરાત પ્રવાસ દરમિયાન વડોદરાના ઇનોગ્રેસન કાર્યકમમાં હાજરી આપી સ્ટેચ્યુ ઓફ યુનિટીની પણ મુલાકાત લેશે તેવી સંભાવના છે. તેમજ U.N. મહેતા હોસ્પિટલના લોકાર્પણમાં પણ હાજરી આપશે. જોકે આ વાતની હજીસુધી સત્તાવાર પૃષ્ઠિ થઇ નથી. વડાપ્રધાન મોદીની ગુજરાત પ્રવાસને લઇને ભાજપમાં ચર્ચાએ જોર પકડયુ છે તેમજ ચુંટણી નજીક આવતી હોવાથી પીએમ મોદીની મુલાકાતથી ગુજરાતના રાજકારણમાં ગરમાયો આવ્યો છે. જોકે ફેરબદલના એંધાણો પણ જોવા મળશે તેવી શકયતાઓ સેવાઇ રહી છે. 

Leave a Reply

Your email address will not be published.