////

કોરોના મામલે ભારતની સફળતા, રિકવરી રેટ 94.45 % પર પહોંચ્યો

વિશ્વભરમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે ભારત મહામારી સામેનો જંગ જીતી રહ્યું છે. દેશમાં અત્યાર સુધી 96 લાખથી વધુ કેસોમાંથી 91 લાખથી વધુ દર્દી રિકવર થઇ ગયા છે. જ્યારે વિશ્વમાં કોરોનાના કેસો વધીને 6.73 કરોડ થઇ ગયા છે અને મૃત્યુઆંક 15 લાખથી વધુ છે. જ્યારે 4.65 કરોડ લોકો રિકવર પણ થયા છે. વિશ્વમાં કોરોના પ્રભાવિત દેશોમાં અમેરિકા 1.51 કરોડ સંક્રમિતો સાથે પ્રથમ ક્રમે છે. અહીં 2.88 લોકોના કોરોનાથી મોત થઇ ગયા છે.

દેશ કોરોનાના કેસોના મામલે વિશ્વમાં બીજા સ્થાને છે. દેશમાં કોરોના કેસ વધીને 96.77 લાખ થયા છે. જ્યારે 91.39 લાખ દર્દી રિકવર થઇ ગયા છે. અત્યારે દેશમાં માત્ર 4 લાખથી ઓછા કોરોના દર્દીઓની સારવાર ચાલી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય મુજબ એક દિવસમાં 32,981 કેસ નોંધાયા. તેની સાથે કેસોની સંખ્યા 96,77,203 ગયા છે. જ્યારે એક દિવસમાં દેશમાં 391 લોકોનાં મોત નીપજ્યાં. તેથી સાથે કોરોના મૃત્યુઆંક 1,40,573 થયો છે. આંકડા મુજબ હાલમાં 3,96,729 દર્દીની સારવાર ચાલી રહી છે. જે આંકડો 4.10 ટકા છે.

આ ઉપરાંત આંકડા મુજબ 91,39,901 લોકો રિકવર થવાની સાથે દેશમાં રિકવરી રેટ 94.45 ટકા છે. જ્યારે કોવિડ-19નો મૃત્યુદર દેશમાં 1.45 ટકા છે. દેશમાં 7 ઓગસ્ટે સંક્રમિતોની સંખ્યા 20 લાખ, 23 ઓગસ્ટે 30 લાખ અને 5 સપ્ટેમ્બરે 40 લાખને પાર પહોંચી ગઇ હતી.

દેશમાં 16 સપ્ટેમ્બરે કોરોનાના કુલ કેસ 50 લાખને પાર થઇ ગયા હતા. 28 સપ્ટેમ્બરે 60 લાખ, 11 ઓક્ટોબરે 70 લાખ, 29 ઓક્ટોબરે 80 લાખ અને 20 નવેમ્બરે 90 લાખથી વધુ કોરોના કેસ થયા હતા. હવે આવતા સપ્તાહે આ આંકડો એક કરોડને પાર પહોંચવાની સંભાવના છે. કોરોનાગ્રસ્ત દેશોમાં બ્રાઝીલ, રશિયા, ફ્રાન્સ ઇટાલી અનુક્રમે ત્રીજા, ચોથા અને પાંચમા અને છઠ્ઠા ક્રમે છે.

Leave a Reply

Your email address will not be published.