ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનો Covid-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. રાષ્ટ્રપતિ એલિસી પેલેસે ગુરૂવારે આ વાતની જાણકારી આપી છે. જાણવા મળ્યું કે, જ્યારે કોરોના વાયરસના લક્ષણો જોવા મળ્યા તો, તેમનો ટેસ્ટ કરાવવામાં આવ્યો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પરંતુ તેનામાં ક્યા લક્ષણ હતા જેની જાણકારી આપવામાં આવી નથી. એક નિવેદન અનુસાર તેઓએ સાત દિવસ માટે ખુદને ક્વોરન્ટાઇન કર્યા છે. આ તકે તેઓ કામ કરવાનું યથાવત રાખશે.
French President Emmanuel Macron has tested positive for COVID-19: Reuters
— ANI (@ANI) December 17, 2020
(File Photo) pic.twitter.com/4Ef7A4r8i2
કોરોના પોઝિટિવ આવ્યા બાદ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોએ પોતાની તમામ યાત્રાઓ રદ્દ કરી છે. તેમાં લેબનાનની એક નિર્ધારિત યાત્રા સામેલ છે.
મહત્વનું છે કે દુનિયામાં કોરોના મહામારીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. આ ખતરનાક વાયરસની ઝપેટમાં આવી સંક્રમિત થનારા લોકોનો આંકડો 7 કરોડને પાર પહોંચી ગયો છે. તેમાંથી એક કરોડ 60 લાખથી વધુ કેસ અમેરિકામાં સામે આવ્યા છે. અહીં ત્રણ લાખ જેટલા લોકોના મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે દુનિયાભરમાં કોરોનાથી જીવ ગુમાવનાર દર્દીઓની સંખ્યા આશરે 16 લાખ થઈ ગઈ છે. ફ્રાન્સમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 24 લાખની નજીક છે. ત્યાં લગભગ 58 હજાર લોકોના મોત નિપજ્યાં છે.
કોરોનાની ઝપેટમાં આવનારા વિશ્વના મોટા રાજનેતાઓની યાદીમાં હવે રાષ્ટ્રપતિ મેક્રોનું નામ સામેલ થઈ ગયુ છે. આ પહેલા બ્રિટિશ પીએમ બોરિસ જોનસ અને અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ પણ કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે.