
કોરોના વાયરસના કારણ એકબાજુ વિશ્વના તેમામ દેશોની આર્થિક સ્થિતિ કફોળી બની ગઇ છે. તો બીજુ તરફ આજે કેન્દ્વ સરકારે પેટ્રોલ ડીઝલની એકસાઇડ ડયુટીમાં ૩ રૃપિયાનો વધારો કર્યો છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં એકસાઇઝ ડયુટી, વેટ અને ડીઝલ કમિશન મૂળ હોય છે. કેન્દ્વ સરકારનાં નિર્ણય બાદ પેટ્રોલ ડીઝલનાં ભાવમાં ૩ રૂપિયાનો વધારો થશે. સરકાર તરફથી જાહેર નોટિફિકેશન અનુસાર આંતરરાષ્ટ્રીય સ્તર પર કાચુ તેલ સ્સતુ હોવાને કારણે નિર્ણય લેવામાં આવ્યો છે. IOCની વેબસાઇડ અનુસાર દિલ્હીમાં પેટ્રોલના ભાવ ૬૯.૮૭ રૂપિયા પ્રતિ લિટર છે. એકસાઇઝ ડયુટી વધતા પેટ્રોલની કિંમતમાં ૩ રૂપિયાનો વધારો થઇ જશે. સરકાર તરફથી જાહેર નોટિફિકેશન અનુસાર આજથી જ ભાવ વાધારો લાગુ પડશે.