//

કલેકટર દ્વારા નવતર પ્રયાસ, વિવિધ વિસ્તારોમાં ઓર્કેસ્ટ્રા વાન મોકલી

કોરોનાવાયરસની ગંભીર બીમારીથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે તો લોકડાઉનના કારણે વ્યક્તિ આર્થિક સહિત માનસિક સ્થિતિ પર વિપરિત અસર પડી રહી છે સતત ઘરમાં રહેવાથી લોકો ચીડિયાપણું, ગુસ્સો કે ચિંતામાં રહેવા લાગ્યા છે.નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થતા વિચારોથી અનેક માનસિક પ્રશ્ન લોકોમાં ઉત્પન્ન થતાં જોવા મળી રહ્યા છે ત્યારે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દ્વારા અનોખી પહેલ કરાઈ છે. ગુજરાત સરકાર દ્વારા ૧૧૦૦ નંબરની હેલ્પલાઇનનો પ્રારંભ કરાયો છે. જેમાં ઘરે બેઠા ટેલીકાઉન્સલિંગ દ્વારા લોકોને પોતાની સમસ્યાઓના નિરાકરણ મળી શકશે. વળી જામનગર ખાતે તંત્ર દ્વારા લોકોમાં આ નકારાત્મક ઉર્જાનો ખાત્મો કરી શકાય અને આ સમયમાં લોકો ગભરાઈને પોતાની જાતને નુકસાન ન કરી બેસે તેમજ કોરોના સામેની જંગમાં લોકો સહયોગ આપે તે માટે એક ઑર્કેસ્ટ્રા વાન જામનગરના વિવિધ વિસ્તારોમાં મોકલવામાં આવી છે આ વાન દ્વારા કોરોના અંગેની સમજણ આપવામાં આવશે અને તેમાં સહયોગ આપતા સ્વયંસેવકો પોતાના ગાયન, વાદન દ્વારા લોકોને મનોરંજન આપશે. આ ગંભીર પરિસ્થિતિમાં લોકોને હકારાત્મક ઉર્જા તરફ વાળવાનો જામનગર તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે

Leave a Reply

Your email address will not be published.