///

કોરોનાથી મોટી બિમારી ખેડાના પરીએજ અને આજુબાજુના ગામડાઓમા ફેલાવીની ભીતી

એકબાજુ દેશનાં વડાપ્રધાન નરેન્દ્વ મોદી દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે છે. જેનો અમલ કરવા માટે સતત જણાવવામાં આવે છે. પરંતુ ખેડા વિસ્તારમાં તંત્ર ઘોર નિદ્વામાં છે. ખેડામાં આવેલુ પરી ગામ અને તેના આજુબાજુના ગામમાં પાણી પુરવઠા યોજનાની અંબાઇપુર વિસ્તાર રોડ તરફ કેટલાક બાંગ્લાદેશી દ્વારા ગેરકાયદેસર રીતે માછીમારી કરી રહ્યા છે.

જેને લઇને ગામોમાં ગંદકી ફેલાય છે તેમજ ગંદકીનાં લીધે રોગચાળો વધારવાથી ગ્રામજનોના સ્વાચ્છય સાથે ચેડા થઇ રહી છે. બાંગસ્દેશીઓ વધારાની માછલીઓ તેમજ જળચળ પ્રાણીઓને ખેતર અને પાણીના સિંચાઇ વિસ્તારમાં ગમે ત્યાં ફેંકી રહ્યા છે. જેને કારણે આજુબાજુના વિસ્તારોમાં ખૂબજ દુગંર્ધ ફેલાઇ રહી છે. ચીનમાં જે રીતે દુગંધ તેમજ ગંદકી સડી ગયેલા માંસના કારણે કોરોના વાયરસનો મહાપ્રકોપ સમગ્ર વિશ્વ ભોગવી રહ્યુ છે. આવીજ રીતે પરીગામ તેમજ આસપાસના ગામોમાં પણ આવી મહામારી સર્જાઇ શકે છે. પરંતુ સરકારના ઉચ્ચ અધિકારીઓ તેમજ કલેકટરના કાને આ વાત પહોંચતી નથી તેમજ કોઇ નક્કર કાર્યવાહી કરી રહી નથી. ગ્રામજનોના સ્વાચ્થય સાથે ચેડા થઇ રહ્યા છે. પરંતુ તંત્રને તો જાણે કંઇ પડી જ ના હોય તેમ આ મુદ્દે કોઇ પગલા લેતી નથી.

બાંગ્લાદેશીઓ બેફામ રીતે પર્યાવરણમાં પ્રદૂષણ ફેલાવી રહ્યા છે. પરીગામના તળાવનુ પાણી ફિલ્ટર થઇને આજુબાજુના ૨૨ ગામોમાં પીવાના પાણી તરીકે ઉપયોગમાં લેવાય છે. પરંતુ કમનસીબે આજ રીતે તળાવનાં પાણીમાં કેમિકલયુકત પાણી ઠાલવી જવી, મરેલા પ્રાણીઓનો નિકાલ તેમજ ગંદકી કરવી છતાં તંત્રની બેદરકારીના કારણે આવા વ્યકિતઓને સજા આપવાના બદલે પ્રોસાહન આપી ગ્રામજનોના સ્વસ્થય સાથે ચેડા થઇ રહા છે. હવે પશ્નએ થાય છે કે, નિંદ્વાહિન તંત્ર કયારે જાગશે? યું ગામજનોની ભોળી પ્રજાના સ્વસ્થય સાથે કયાં સુધી ચેડા ચાલુ રહેશે? તંત્ર કોઇ નક્કર કાર્યવાહી કરશે કે નહી ?

Leave a Reply

Your email address will not be published.