//

કેદીઓને મળ્યા વચગાળાના જામીન, કોરોના ફેલાય નહીં તે માટે લેવાયો નિર્ણય

જામનગર તેમજ દેવભૂમિ દ્વારકાના 30 કાચા કામના અને 22 પાકા કામના કેદીઓને કોરોના વાયરસના કારણે વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે.કોરોના વાયરસને પહોંચી વળવા સાથે સાથે તકેદારીના ભાગ રૂપે કેદીઓમા સંક્રમણની સંભાવનાઓ નિવારવા સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વનો નિર્ણય કર્યો છે આ નિર્ણય અનુસાર જામનગરની જેલમાં રહેલા પાકા કામના કેદીઓને પેરોલ અને કાચા કામના કેદીઓને વચગાળાના જામીન આપવામાં આવ્યા છે કેદીઓને ઘરે મોકલતા પહેલા તેમનું સંપૂર્ણ તબીબી પરિક્ષણ કરાયું. અને સાથે સાથે દાતાઓની સહાય થી ઘરે જઈ રહેલ કેદીઓને ભરતેશ શાહ દ્વારા અનાજની કિટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.