/

રાજ્યસભાને લઈ કોંગ્રેસમાં કકળાટ કચ્છના કોંગી દલિત આગેવાને ટિકિટ માટે સમર્થન લેવાનું કર્યું ચાલુ

રાજયસભાની ચૂંટણી નજીક આવી રહી છે. તેવામાં રાજનૈતિક પાર્ટી કોંગ્રેસમાં આંતરીક વિવાદો ઉભા થયા છે. જેમાં સત્તા મેળવવા માટે ચુંટણી લડવા માટે પોતાને આગળ કરે તેવો આગ્રહ રાખી રહ્યા છે. ક્રોગી પાટીદાર ધારાસભ્યોએ હાલમાં જ મીટિંગ યોજી ચુંટલી લડવા પાટીદાર ધારાસભ્યને મોકલે તેવો આગ્રહ કરવામાં આવ્યો હતો. હવે કોંગ્રેસ બેડામાં એવી વાતો વહેતી થઇ છે કે કચ્છ કોંગ્રેસ દ્વારા દલિત આગેવાનો ચૂંટણીની લડવાની ટિકિટ આપવા મેદાને ઉતર્યા છે. રાજયસભાની બે બેઠકો માંથી એક બેઠક દલિત આગેવાનને આપવા માટે કચ્છ કોંગ્રેસે માંગ કરતા રાજકારણ ગરમાયુ હતું.

પાટીદારની જેમ પ્રવીણ રાષ્ટ્રપાલ બાદ દલિત સમાજને ચુંટણી લડવા માટેની તક મળી નહોવાના દલીલ કરી હતી. દલિત સમાજના મુન્દ્વાના પૂર્વ ધારાસભ્ય વાલજી દનીચાને ટિકીટ આપવા કચ્છ કોંગ્રેસે માંગ કરી છે તેમજ કોંગ્રેસનાં પાંચ દલિત ધારાસભ્યોએ કચ્છ કોંગ્રેસની માંગણીને સર્મથન આપ્યુ હોવાનો દાવો કર્યો છે. કચ્છ કોંગ્રેસના બે ધારાસભયોએ પણ વાલજી દનીચાને સમર્થન આપ્યુ છે. તેમજ ધારાસભ્ય પ્રધુમનસિંહ જાડેજાએ અમિત ચાવડાને આ મુદ્દે સમર્થન પત્ર પણ લખ્યો છે. હવે જોવાનું એ છેકે, રાજયસભાની ચૂંટણીમાં કોંગ્રેસ કયા ઉમેદવારોને મેદાને ઉતારશે? કોને ચુંટણી લડવા માટેની ટિકિટ આપશે? એકબાજુ પાટીદાર ધારાસભ્યો માંગ કરી રહ્યા છે તો બીજુ બાજુ દલિત ધારાસભ્યો માંગ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.