ગુજરાત કોંગ્રેસ નો આંતરિક જૂથવાદ ધીમે ધીમે વકરી રહ્યો છે ગુજરાત કોંગ્રેસના કહેવાતા નેતાઓ પોતાની ખુરશી ટકાવી રાખવા અને નાના કાર્યકરો ને પરેશાન કરવા માં કોઈ પાછીપાની નથી કરતા ત્યારે વધુ એક વિવાદ બહાર આવતા કોંગ્રેસ માં ખળભળાટ મચી જવા પામેલ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માં ઘણા સમય થી વિવાદ ચાલી રહ્યો છે હાલ અમદાવાદ કોંગ્રેસ ના કેટલાક કોર્પોરેટરોએ વિપક્ષ નેતાથી તંગ આવી ગયા છે અને તેમને બદલવાની માંગ કરી રહ્યા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માં કોંગ્રેસ નો આંતરિક વિવાદ અને જૂથવાદ હવે ચરણસીમાએ આવી ગયો છે કોંગ્રેસ ના જ 33 જેટલા કોર્પોરેટરોએ ગુજરાત કોંગ્રેસ ના પ્રભારી રાજીવ સાતવ ને 33 કોર્પોરેટર ની સહી વાળો એક પત્ર આપી માંગ કરી હતી કે વિપક્ષ નેતા દિનેશ શર્મા પોતાની મનમાની ચલાવી રહ્યા છે જેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નો ભ્રસ્ટાચાર ચરમસીમા એ પહોંચી ગયો છે જેના થી કોંગ્રેસ પક્ષ નું કામ વિરોધ કરવાનું હોઈ છે પરંતુ વિપક્ષ નેતા દિનેશ શર્મા પોતાની મનમાની ચલાવી ને કોર્પોરેટરો ને ક્યાંય કોઈ આવાજ ઉઠાવવા દેતા નથી અને વિરોધ કરી એ તો આડખિલ રૂપ બની ને પરેશાન કરે છે તેથી બે દિવસ થી ગુજરાત પ્રવશે આવેલા પ્રભારી રાજીવ સાતવ સમક્ષ રજૂઆત કરી છે અને વિપક્ષ નેતા ની ભૂમિકા પ્રજા માં દેખાઈ તેવી માંગ કરી છે

એક તરફ સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી ઓ નજીક આવી રહી છે ત્યારે અમદવાદ કોંગ્રેસ ના વિવાદિત પત્ર અને કોર્પોરેટરો ના વિવાદિત મિજાજ થી અમદાવાદ કોંગ્રેસ ના રાજકારણ માં ગરમાવો આવી રહ્યો છે એક તરફ ગુજરાત માં કોંગ્રેસ ભાંગી રહી છે ત્યારે આવા કૉંગેસ ના વિપક્ષ નેતા સામે કોંગ્રેસ ના જ કોર્પોરેટરો એ અવાજ ઉઠાવતા આગામી દિવસો માં અમદાવાદ કોર્પોરેશન માં નવાજુની ના એંધાણ થાય તો નવાઈ નહિ.