/

આંતર રાજ્ય બોગસ ડિગ્રી કૌભાંડ ઝડપાયું, અધધ…સર્ટિફિકેટ કર્યા ઝપ્ત

વડોદરા શહેરમાંથી આંતર રાજ્ય બોગસ ડિગ્રી કૌભાંડ ઝડપાયું છે. અહીં દેશ અને રાજ્યની અલગ અલગ મળી કુલ 12 યુનિવર્સિટીઓની બોગસ ડિગ્રી આપવામાં આવતી હતી. તો ધોરણ 10 અને 12ની બોગસ માર્કશીટ પણ બનાવી આપવામાં આવતા હતાં. આ મુદ્દે વડોદરા પોલીસે વડોદરાના બે અને ભરૂચનો એક મળી કુલ ત્રણ આરોપીની ધરપડક કરી છે.

ઝડપાયેલા ત્રણ આરોપીમાંથી એક આરોપીની ગોત્રી પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરવામાં આવી હતી. આરોપી દિલીપ મોહિતની પૂછપરછમાં સમગ્ર કૌભાંડનો ખુલાસો થયો છે. પી.સી.બી પોલીસે ફતેગંજના બ્લ્યુ ડાયમંડ કોમ્પલેક્સ અને ભરૂચના જય કોમ્પલેક્ષમાં આવેલી દુકાનોમાં રેડ કરી હતી. પોલીસે કમ્પ્યૂટર સહિત 500 બોગસ ડિગ્રી સર્ટિફિકેટ જપ્ત કર્યા છે.

આરોપીઓ પૈસા લઈને જે યુનિવર્સિટીની ડિગ્રી જોઈએ તે બનાવી આપતા હતાં. આ સાથે ધોરણ 10 અને 12ની પણ નકલી માર્કશીટ બનાવી આપતા હતાં. આરોપીઓ જુદી-જુદી 12 જેટલી યુનિવર્સિટીની ડિગ્રી આપતા હતાં. હાલ તો પોલીસે આ સમગ્ર મામલે આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.