//

કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ FSLની તપાસ શરૂ

શહેરના પીરાણા-પીપળજ રોડ પર આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ આગની ઘટના બની હતી. જેમાં 12 લોકોના મોત નિપજ્યા હતાં. જે મામલે FSL ની ટીમએ તપાસ શરૂ કરી છે.

પીરાણા રોડ ખાતે ગઈકાલે આગની ઘટના બની હતી. જેમાં હાલ FSLની ટીમ દ્વારા ઘટના સ્થળની તપાસ શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. જે સમગ્ર ઘટના બની હતી. તેમાં કોની બેદરકારીના લીધે આ ઘટના બની હતી તે મુદ્દે ફેક્ટરીના માલિક હતેશ સુતરિયાને સાથે રાખી તપાસ શરૂ કરવામાં આવી છે.

આ સાથે જ ઘટના સ્થળે મૃતકના પરિવારના સભ્યો પણ પહોંચ્યા હતાં. આ ભયંકર ઘટનામાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જેની તંત્ર દ્વારા તપાસ શરૂ કરાઇ છે. પરિવારના સભ્યો યોગ્ય સહાયની જાહેરાત કરવામાં આવે તેવી પણ માગણી કરી રહ્યા છે. એટલે રાજ્ય સરકારની 4 લાખની સહાયની જાહેરાતથી લોકો સંતુષ્ટ નથી માટે યોગ્ય સહાય કરવામાં આવે તેવી માગણી મૃતકના પરિવારજનો કરી રહ્યા છે.

નાનુભાઈ એસ્ટેટના કેમિકલની એક ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા આગ લાગી હતી. તે ગોડાઉન ભૂટાભાઈ ભરવાડનું હોવાનું સામે આવ્યું છે. તેમને આ ગોડાઉન ભાડે આપ્યું હતું. પોલીસે કેમિકલના ગોડાઉનના માલિકની પૂછપરછ પણ કરી છે. પોલીસે ભૂટા ભરવાડને લઈ ઘટના સ્થળ પર ફેકટરી અંગે પૂછપરછ કરી હતી. પોલીસે તપાસ હાથ ધરતા હાઈડ્રોજન પેરોક્સાઈડ, હાઈ મિથાઈલ થેલેટ, ડાય ઈથાઈલ ગ્લાયકોલ, મિથાઈલ ઈથાઈલ ગેરોન ફેક્ટરીમાંથી મળી આવ્યા હતાં. જેના કારણે ફેકટરીમાં બ્લાસ્ટ થયો હતો.

Leave a Reply

Your email address will not be published.