
અમદાવાદમાં કોરોના મામલે તબલિગી જમાતના શખ્સોની તપાસ યથાવત છે ત્યારે અમદાવાદના દાણાપીઠ વિસ્તારમાં AMC નજીક આવેલી મન્સુરી મસ્જિદમાંથી 28 લોકોને તપાસ અર્થે લઈ જવાયા હતા. દિલ્લી નિઝામુદ્દીન મરકઝ પરથી કેટલાક લોકો પરત આવ્યા છે જેમના કારણે કોરોનાના પાઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થી રહ્યો છે.ત્યારે દાણાપીઠ વિસ્તારમાં આવેલી મન્સુરી મસ્જિદમાંથી લોકોને તપાસ અર્થે લઈ જવામાં આવ્યા હતા. તો આ ઈસમો જમ્મુ કશ્મીર અને વાપીથી આવેલા હોવાની પ્રાથમિક વિગતો મળી છે. કોંગ્રેસના ધારાસભ્યોની આગેવાનીમાં મસ્જિદમાંથી યુવકોને તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે તઓએ સામે ચાલીને તંત્રને જાણ કરી હતી જે બાદ આરોગ્ય કર્મચારીઓ દ્વારા તેમની તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ વિભાગ અને આરોગ્ય કર્મચારીઓ શાંતિપૂર્ણ તપાસની કામગીરી કરી રહ્યા છે.