
સરકાર દ્વારા બચત યોજનાઓના વ્યાજદરમાં ઘટાડો કરાયો છે ત્યારે બચત યોજનામાં 70થી 140 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરાતા રોકાણકારોને મોટો ફટકો પડશે.. જે લોકોએ PPF અને મોદી સરકારની સુકન્યા યોજનામાં રોકાણ કર્યું છે તેવા રોકાણકારોને મોટું નુકસાન થવાની શક્યતા છે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડએ વ્યાજદરમાં 0.80 ટકાનો ઘટાડો કર્યો છે સાથેજ કિસાન વિકાસ પત્ર પરનો વ્યાજ દર 0.70 ટકા ઘટાડીને 6.9 ટકા કરાયો છે. નોંધનીય છે કે નાની બચત યોજનાઓ પરના વ્યાજ દરમાં ત્રિમાસિક ધોરણે સુધારો કરવામાં આવે છે.