//

IPL 2020: આજે મુંબઈ અને બેંગલોર ટીમ આમને-સામને

આઈપીએલની 13મી સીઝનની આજે 48મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમો આમને-સામને હશે. ત્યારે મુંબઈ અને બેંગલોરની નજર આ મેચ જીતીને પ્લેઓફમાં એન્ટ્રી કરવા પર છે. જ્યારે રોહિત શર્મા ઈજાને કારણે બહાર રહી શકે છે. આ મેચ અબુધાબીમાં સાંજે 7.30 કલાકે શરૂ થશે.

જોકે મુંબઈએ પાછલી મેચમાં રાજસ્થાન સામે 8 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. તેના 14 પોઈન્ટ છે. વિરાટ કોહલીની આગેવાનીવાળી આરસીબીના પણ 14 પોઈન્ટ છે. તેણે રવિવારે ચેન્નઈ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે બુધવારે જે પણ ટીમ વિજય મેળવશે તેની પ્લેઓફની ટિકિટ પાક્કી થઈ જશે.

આ ઉપરાંત મુંબઈના બોલરોએ પાછલી મેચને ભુલીને નવી શરૂઆત કરવી પડશે. પાછલી મેચમાં સ્ટોક્સ અને સંજૂ સેમનસે મુંબઈના બોલરોનો આક્રમકતાથી સામનો કર્યો હતો. અત્યાર સુધી બોલ્ટ અને બુમરાહે મળીને 33 વિકેટ ઝડપી છે. જ્યારે ત્રીજા બોલર તરીકે પેટિન્સન સારૂ પ્રદર્શન કરી રહ્યો છે.

તો બીજી બાજુ આરસીબી તરફથી કેપ્ટન કોહલી પોતાનું શાનદાર ફોર્મ જારી રાખવા ઈચ્છશે. ઓસ્ટ્રેલિયન આરોન ફિન્ચ, યુવા દેવદત્ત પડીક્કલ અને એબી ડિવિલિયર્સએ સારૂ પ્રદર્શન કરવું પડશે. બોલિંગમાં ક્રિસ મોરિસ, ચહલ અને સુંદર તરખાટ મચાવવા તૈયાર છે.

Leave a Reply

Your email address will not be published.