/

લોકડાઉન અસર – ઉભી રહેલી ટ્રેનના ડબ્બામાં આઈસોલેશનની વ્યવસ્થા કરાઈ

કોરોના વાયરસના સંક્રમણ સામે લડવા સરકાર વિવિધ પ્રયાસો કરી રહી છે.તો રેલ્વે ટ્રેનના ડબ્બાને આઈસોલેશન કોચના રૂપમાં બદલવાનું શરૂ કર્યું છે. રેલ્વેના ડબ્બાના 6 બર્થ વાળા ભાગમાંથી એક બાજુમાંથી મિડલ બર્થ અને સામેના ત્રણ ભર્થ કાઢી દેવામાં આવ્યા છે. જેમાંથી એક ભાગમાં દર્દીને રાખવામાં આવશે. આમ દરેક દર્દી વચ્ચે પુરતું અંતર રહેશે. સાથેજ સીડીઓ હટાવી બાથરૂમ વાળા ભાગમાં ફેરફાર કરવામાં આવ્યા છે. દેશમાં કોરોના સંક્રમણની સારવારના નવા 14 કેસ સામે આવ્યા છે. જેમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં 6-6 અને રાજસ્થાનમાં 2 નોંધાયા છે. દેશમાં અત્યાર સુધીમાં 700થી વધુ કેસ સામે આવી ચુક્યા છે જેમાંથી 23 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારે શુક્રવાર સુધીમાં 151 કેસ નોંધાયા છે.. કોરોના વાયરસ સામે લડવા માટે રેલ્વેમાં આઈસોલેશન કોચ તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે જ્યાં શંકાસ્પદ દર્દીઓને આઈસોલેટ કરવામાં આવશે અને ત્યાંજ સારવાર આપવામાં આવશે. આઈસોલેશન કોચ તૈયાર કરવા બાથરૂમ સહિત અન્ય ભાગોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. તો હવે કોરોનાને લઈને દેશવાસીઓને સતર્ક થવાની જરૂર છે.

Leave a Reply

Your email address will not be published.