///

ઈસરોએ PSLV C49નું કર્યું સફળ લોન્ચિંગ

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઈસરો)એ શ્રીહરિકોટાથી 10 સેટેલાઇટને એક સાથે લોન્ચ કરી છે. આ ઉપગ્રહોને લઈને પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (પીએસએલવી) બપોરે 3 કલાક અને 12 મિનિટ પર સતીષ ધવન સ્પેસ સેન્ટરથી રવાના થયા હતા. આ 10 ઉપગ્રહોમાંથી 9 કોમર્શિયલ સેટેલાઇટ છે.

જોકે મહત્વનું છે કે, હવામાનની ખરાબીને કારણે PSLV C 49 ના લોન્ચિંગમાં થોડી મિનિટોનો વિલંબ થયો હતો. PSLV C 49નું લોન્ચિંગ 3 કલાક અને બે મિનિટ પર નક્કી હતું, પરંતુ ખરાબ હવામાનને કારણે 10 મિનિટ ટાળવું પડ્યું હતું. PSLV C 49નું લોન્ચિંગ 3 કલાક અને 12 મિનિટે થયું હતું.

આ અંગે ઇસરોએ જણાવ્યું છે કે, લોન્ચિંગ બાદ EOS 01 ચોથા તબક્કામાં પીએસએલવીથી સફળતાપૂર્વક અલગ થઈ ગયું છે અને પોતાની કક્ષામાં સ્થાપિત થઈ ગયું છે. ત્યારબાદ 9 બીજી કસ્ટમર સેટેલાઇટ પણ પીએસએલ સી 49થી એક એક કરી સફળતાપૂર્વક અલગ થઈ ગઈ અને પોતાની નિર્ધારિત કક્ષાઓમાં સ્થાપિત થઈ ગઈ.

Leave a Reply

Your email address will not be published.