///

ISRO 7 નવેમ્બરે આ વર્ષની પ્રથમ સેટેલાઇટ લોન્ચ કરશે

વિશ્વ સહિત દેશમાં કોરોના મહામારી વચ્ચે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) આ વર્ષે તેની પહેલી સેટેલાઇટ 7 નવેમ્બરના રોજ લોન્ચ કરશે.

ઇસરોએ બુધવારે જણાવ્યુું હતુ કે, તે પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ મિશનને લોન્ચ કરશે. સેટેલાઇટને શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી 7 નવેમ્બરના રોજ બપોરે 3:02 કલાકે લોન્ચ કરશે.

ઇસરો અનુસાર સેટેલાઇટ ‘ઇઓઓસ 01’ પીએસએલવી-સી 49 રોકેટથી લોન્ચ કરવામાં આવશે. આ સિવાય નવ કસ્ટમર સેટેલાઇટ પણ લોન્ચ કરવામાં આવશે. આ તમામને ન્યૂ સ્પેસ ઈન્ડિયા લિમિટેડ સાથેના વ્યાપારી કરાર હેઠળ લોન્ચ કરવામાં આવી રહ્યા છે.

સેટેલાઇટથી ભારતીય સેનાને ખૂબ મદદ કરશે. આ સહાયથી ચીન સહિતના તમામ દુશ્મનો પર નજર રાખવી સરળ બની રહેશે. આ લોકાર્પણનું પ્રસારણ દેશવાસીઓ ઇસરોની વેબસાઇટ, યુટ્યુબ, ફેસબુક અને ટ્વિટર દ્વારા જીવંત જોઈ શકશે. આ મિશન બાદ ઇસરો ડિસેમ્બરમાં જીએસએટી-12 આર કમ્યુનિકેશન સેટેલાઇટને પીએસએલવી-સી 50 રોકેટ સાથે લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.