///

અલાહાબાદ હાઈકોર્ટનો મહત્ત્વનો ચૂકાદો, માત્ર લગ્ન માટે ધર્મ પરિવર્તન કરવું યોગ્ય નથી

અલાહાબાદ હાઈકોર્ટે ધર્મ પરિવર્તનને લઈને એક મહત્ત્વનો ચૂકાદો આપ્યો છે. જેમાં હાઇકોર્ટે આ ચૂકાદામાં કહ્યુ છે કે, માત્ર લગ્ન કરવા માટે ધર્મ પરિવર્તન કરવું એ વૈધ નથી. જેમાં હાઈકોર્ટે વિપરીત ધર્મના વિવાહિત યુગલની અરજી રદ કરીને અરજીકર્તાઓને સંબંધિત મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થઈને પોતાનું નિવેદન નોંધાવવાની છૂટ આપી છે. આ અરજીકર્તાએ પરિવારના લોકોને તેમના શાંતિપૂર્ણ લગ્નજીવનમાં હસ્તક્ષેપ કરવા માટે રોક લગાવવાની માંગ કરી હતી. જેમાં કોર્ટે આ કેસમાં હસ્તક્ષેપ કરવાની મનાઈ કરી દીધી છે.

આ અંગે અલાહાબાદ હાઈકોર્ટે અરજીકર્તાઓને સંબંધિત મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થઈને પોતાનું નિવેદન નોંધાવવાની છૂટ આપી છે. મુઝફ્ફર નગર જિલ્લાના વિવાહિત યુગલે પરિવારના લોકોને પોતાના શાંતિપૂર્ણ વિવાહિત જીવનમાં હસ્તક્ષેપ કરતા રોકવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જોકે, કોર્ટે આ અરજીને રદ કતી દેતા આ મામલે હસ્તક્ષેપ કરવાની મનાઈ કરી હતી.

કોર્ટે કહ્યું કે, એક અરજદાર મુસ્લિમ તો બીજો હિન્દુ છે. યુવતીએ 29 જૂન 2020ના રોજ હિન્દુ ધર્મ સ્વીકાર કર્યો અને એક મહિના બાદ 31 જુલાઈએ લગ્ન પણ કરી લીધા. કોર્ટે કહ્યું કે, રેકોર્ડ તો સ્પષ્ટ છે કે લગ્ન માટે ધર્મ પરિવર્તન કરાયું છે. આ અંગે કોર્ટે કહ્યું કે, લગ્ન માટે ધર્મ પરિવર્તન સ્વીકાર્ય નથી. આ કેસમાં હિન્દુ યુવતીને ધર્મ પરિવર્તન કરી મુસ્લિમ યુવક સાથે લગ્ન કરાવ્યા હતા.

હિન્દુ યુવતી ધર્મ બદલીને મુસ્લિમ યુવક સાથે લગ્ન કરી શકે છે અને આ લગ્ન કાયદેસર ગણાય છે. કોર્ટે કહ્યું કે, ઈસ્લામ વિશે જણાવ્યા વગર અને આસ્થા તથા વિશ્વાસ વગર લગ્ન માટે ધર્મ પરિવર્તન સ્વીકાર્ય નથી. મુસ્લિમથી હિન્દુ બનીને લગ્ન કરવાની અરજીને રાહત આપવાથી મનાઈ કરી દીધી હતી.

Leave a Reply

Your email address will not be published.