/

રાજ્યસભાની ચૂંટણીને લઇ પાટીદાર ધારાસભ્યને સાચવવા આ મોટા નેતાને જવાબદારી

રાજ્યસભાની ચૂંટણીને લઇ જોરદાર રાજકારણ ચાલી રહ્યું છે ભાજપે ત્રીજા ઉમેદવાર તરીકે પાટીદાર નેતા સાથે પૂર્વ કોંગ્રેસી એવા નરહરિ અમીનને મેદાને ઉત્તરતા કોંગ્રેસ એક્શન મોડમાં આવ્યું છે અને પોતાના પાટીદાર ધારાસભ્ય નારાજ ન થાય તે માટે ખાસ રણનીતિ તૈયાર કરી છે. કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યોને સાચવવાની જવાબદારી વિપક્ષી નેતા પરેશ ધાનાણીના શિરે છે પરેશ ધાનાણીએ પાટીદાર ધારાસભ્યો સાથે બેઠકો નો દોર શરુ કર્યો છે. ગાંધીનગરમાં ગેરહાજર રહેલા ધારાસભ્યો સાથે ધાનાણીએ ટેલિફોનિક ચર્ચા કરી છે.તમામ પાટીદાર ધારાસભ્યોએ કોંગ્રેસ સાથે જ હોવાનું ધાનાણીને આશ્વાસન પણ આપ્યું છે.

ભાજપે ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિ અમીનને ઉતરતા પાટીદારોને એક કરવા કોંગ્રેસ હવે એડીચોટીનું જોર લગાવી રહી છે. પાટીદાર ધારાસભ્યો સાથે બેઠક પૂર્ણ થયા બાદ ધાનાણીએ શીર્ષ નેતૃત્વ સાથે ચર્ચા કરી છે. પરેશ ધાનાણીએ શીર્ષ નેતૃત્વને આસ્વસ્થ કર્યું છે અને સબ સલામતી છે તેવો દાવો પણ કર્યો છે. મહત્વની વાત છે કે પાટીદાર ધારાસભ્યોએ કોઈ એક પાટીદાર નેતાને રાજ્યસભામાં મોકલવામાં આવે તેવી માંગ કરી હતી ત્યારે આ માંગ ન સ્વીકારતા હવે કોઈ ક્રોસ વોટિંગ ન થાય તે માટે ધ્યાન રખાઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.