//

બિહારમાં કોન્ટ્રાક્ટરને ત્યાં ITના દરોડા, કરોડોની સંપત્તિ અને રોકડ જપ્ત

બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમારની મહત્વપૂર્ણ યોજનાઓમાંની એક નલ-જલ યોજના સાથે સંકળાયેલા 2 મોટા કોન્ટ્રાક્ટરના નિવાસ સ્થાને ઈન્કમ ટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે. તે કાર્યવાહી દરમિયાન કરોડોની સંપત્તિ જપ્ત થયાનું સામે આવ્યુ છે.

મળતી માહિતી મુજબ, પટના અને ભાગલપુરમાં બન્ને કોન્ટ્રાક્ટરના નિવાસ સ્થાને દરોડા પાડવામાં આવ્યા હતાં. જેમાં અંદાજે 50 લાખ રૂપિયા રોડક જપ્ત કરવામાં આવ્યા છે. આ સાથે જ કરોડોની બેનામી સંપત્તિનો ખુલાસો થયો છે. કોન્ટ્રાક્ટરના નામની ઓળખ લલન કુમાર અને સુમન કુમારના નામે થઇ છે.

ઉલ્લેખનિય છે કે ગુરુવારે રાત્રે જ બન્ને કોન્ટ્રાક્ટરના નિવાસ સ્થાને અને ઓફિસ પર દરોડા પાડ્યા હતાં. IT વિભાગ ભાગલપુર ઉપરાંત પટના, ઘનબાદ અને પૂર્ણિયામાં પણ કાર્યવાહી કરી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.