આગામી દિવસોમાં ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનો મોજુ ફરી વળશે. હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર ઉત્તર ભારતમાં શીત લહેરની આશંકા છે. કહેવાય છે કે, આ વર્ષે ગત વર્ષની સરખામણીએ વધારે ઠંડી પડશે.
બંગાળની ખાડી પર સર્જાઈ રહેલા દબાણના કારણે અનુમાન લગાવવામાં આવ્યું છે કે, આગામી 4 દિવસ સુધી તમિલનાડુ, પુડુચેરી, કેરળ અને આંધ્ર પ્રદેશના કાંઠા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.
જો પ્રદૂષણની વાત કરવામાં આવે તો, છેલ્લા 24 કલાકમાં દેશમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ સામાન્ય નોંધાયો છે. આગામી દિવસોમાં વરસાદ પડ્યા બાદ હવાની ગુણવત્તામાં સુધારો થઈ શકે છે.
હવામાન વિભાગ ઉપરાંત સ્કાયમેટ વેધરના જણાવ્યાં અનુસાર, રાજધાની દિલ્હીમાં આ વર્ષે નવેમ્બરમાં એક દાયકા બાદ સૌથી વધુ ઠંડી પડી છે.