////

પૂરી દુનિયાને કોરોનાની વેક્સિન લગાવવામાં 2-3 વર્ષ લાગશે : અદાર પૂનાવાલા

દેશમાં કોરોનાનો કહેર યથાવત છે, ત્યારે દેશની સૌથી મોટી વેક્સિન બનાવનારી કંપની સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયાના પ્રમુખ અદાર પૂનાવાલાએ નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, પૂરી દુનિયાની વસ્તીને પુરી દુનિયાને વેક્સિન લગાવવામાં 2-3 વર્ષ લાગશે. આ સિવાય પૂનાવાલાએ કહ્યું કે, ભારત જેવી વધુ વસ્તી ધરાવતા દેશને બે અથવા ત્રણ મહિનામાં વેક્સિન નથી આપી શકાતી. વેક્સિન એક્સપોર્ટને લઇને ચાલી રહેલી ચર્ચા વચ્ચે તેમણે કહ્યું કે, SIIએ ક્યારેય પણ ભારતના લોકોની કિંમત પર વેક્સિન એક્સપોર્ટ કરી નથી.

સીરમ ઇન્સ્ટીટ્યૂટના પ્રમુખ અદાર પૂનાવાલાએ નિવેદન જાહેર કર્યુ છે. અદાર પૂનાવાલાએ કહ્યું કે, અમે દુનિયાની 2 સૌથી વધુ વસ્તી ધરાવતા દેશમાંથી એક છીએ, તો આટલી મોટી વસ્તી માટે રસીકરણ અભિયાન 2-3 મહિનામાં પુરૂ નથી કરી શકાતું. કારણ કે કેટલાક પડકાર હોય છે. આખી દુનિયાની વસ્તીને પુરી વેક્સિન લગાવવામાં 2-3 વર્ષ લાગશે. અમે ભારતના લોકોની કિંમત પર વેક્સિન એક્સપોર્ટ કરી શકતા નથી.

અદાર પૂનાવાલાએ નિવેદનમાં કહ્યું કે, જ્યારે જાન્યુઆરીમાં વેક્સિન લૉન્ચ કરવામાં આવી તો ભારતમાં વેક્સિનનો મોટો સ્ટોક હતો, ત્યારે કોરોના વાયરસના કેસ પોતાના નિમ્નસ્તર પર હતા અને વેક્સિનેશન અભિયાન શરૂ થઇ ચુક્યુ હતુ પરંતુ તે સમયે તમામ દેશ ગંભીર સંકટનો સામનો કરી રહ્યા હતા અને તેમની મદદની જરૂર હતી. ત્યારે ભારતે જરૂરીયાતમંદ દેશોની મદદ કરી અને હવે ભારતને તે દેશોમાંથી મદદ મળી રહી છે, અમે બીજાને પણ વાયદો કર્યો છે.

અદાર પૂનાવાલાએ કહ્યું કે, અમે દુનિયાની સાથે કેટલાક ગઠબંધન કર્યા છે, જેને અમે COVAXથી વાયદો કર્યો છે, જેથી તે પણ વિશ્વમાં વેક્સીન વહેચી શકે અને વિશ્વમાંથી કોરોના સંકટને ખતમ કરી શકે. અમે વેક્સીન પ્રોડક્શન વધારવા પર કામ કરતા રહીશું.

મહત્વનું છે કે, ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ 14 મેએ કહ્યું હતું કે, 5 કરોડથી વધુ વેક્સિન બહાર મદદ તરીકે નહી પણ સીરમ કંપનીના કોન્ટ્રાક્ટના નિયમ હેઠળ મોકલવામાં આવી છે પરંતુ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ એક બ્લોગનો સ્ક્રીનશૉટ શેર કરતા જણાવ્યુ કે, દેશમાં વેક્સીનની કમી છતા અમે માનવતાના આધાર પર વિશ્વભરમાં આશરે 66 મિલિયન વેક્સીન ડોઝ મોકલાવ્યા છે.

Leave a Reply

Your email address will not be published.