આઈટીબીપીના જવાનોએ પાકિસ્તાનની સરહદ નજીક આવેલા રણમાં 200 કિમીની ફિટ ઈન્ડિયા વોકેથોનમાં ભાગ લીધો હતો. ભારત- ચીનની સરહદ પર થીજાવી દેનાર ઠંડી તેમજ ત્યાં ઓછા ઓક્સીજનમાં પગ ન કાંપે તે માટે આ વોકેથોનમાં આઈટીબીપીના જવાનોએ ભાગ લીધો હતો. 31 ઓક્ટોબરથી શરૂ થયેલી આ 3 દિવસીય વોકેથોનમાં આઈટીબીપીના ડીજી એસએસ દેસવાલનો પણ સામેલ થયા છે.
આ વોકેથોન પૂર્ણ થયા બાદ દેસવાલએ કહ્યું ,કે અમારા જવાનો જોશથી ભરેલા છે. ભારત- ચીન સરહદ પર ચાલૂ ગતિરોધ છતાં લદ્દાખ વિસ્તાર પૂરી રીતે સુરક્ષિત છે અને અમારા જવાનોના ઉત્સાહમાં કોઈ ખામી આવી નથી. ફિટ ઈન્ડિયા વોકેથાનને કેન્દ્રીય રમતગતમ પ્રધાન રિજિજૂએ નાથૂવાલા ગામમાં લીલી ઝંડી બતાવીને રવાના કર્યા હતા.
તેમણે કહ્યું કે, 3488 કિલોમીટર સુધી ફેલાયેલી ચીનની સીમાની નિગરાની રાખનારા આઈટીબીપીને ફિટ રાખવા એ અમારી જવાબદારી છે. એટલા માટે સમય-સમય પર આ પ્રકારના આયોજન કરતા રહીએ છીએ. આ દુનિયાની સૌથી દુર્ગમ સીમા છે. 10 હજાર ફુટની ઉંચાઈ પર સ્થિત ભારત ચીન સીમા પર મોટા ભાગે ઓક્સિજનનું સ્તર એટલું નીચે રહે છે. અહીં ઘાસનું એક પાંદડુ ઉગી નથી શકતુ. ત્યાં માઈનસ 45 ડિગ્રી સુધી તાપમાનમાં સરહદની નિગરાણી કરવાનું સરળ નથી.