///

ખેડૂતોએ પોતાનો અવાજ દેશ-દુનિયામાં પહોંચાડવા માટે IT સેલ તૈયાર કર્યું

દિલ્હીમાં છેલ્લા ત્રણ અઠવાડિયાથી પ્રદર્શન કરી રહેલા ખેડૂત પોતાની માંગ પર અડગ છે. ત્યારે કૃષિ કાયદા વિરૂદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોએ દેશના કેટલાક ભાગમાંથી સમર્થન મળી રહ્યું છે. ત્યારે હવે ખેડૂતોએ પોતાના અવાજને દેશ અને દુનિયામાં પહોંચાડવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. આ આંદોલનમાં સામેલ યુવા ખેડૂતોએ કિસાન એકતા મોર્ચા નામથી સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવ્યું છે. જેના દ્વારા આંદોલનની જાણકારી શેર કરવામાં આવી રહી છે.

આ યુવા ખેડૂતોએ આંદોલનને લઇને પુરી IT સેલ તૈયાર કરી છે, જેના દ્વારા ફેસબુક, ટ્વિટર, યૂ ટ્યુબ, ઇંસ્ટાગ્રામ અને સ્નેપચેટ પર એકાઉન્ટ બનાવવામાં આવ્યા છે. આ એકાઉન્ટ દ્વારા આંદોલન સાથે જોડાયેલી લાઇવ અપડેટ્સ, માંગ, વીડિયો અને અન્ય મેસેજ શેર કરવામાં આવી રહ્યાં છે. 16 ડિસેમ્બરથી શરૂ થયેલા આ એકાઉન્ટને અત્યાર સુધી હજારોની સંખ્યામાં લોકો ફોલો કરી ચુક્યા છે.

તો આ આંદોલનમાં ભાગ લેવા પહોંચેલી અભિનેત્રી સ્વરા ભાસ્કરનો પણ એક વીડિયો ટ્વિટર એકાઉન્ટ પર નાખવામાં આવ્યો છે, જેમાં તે લોકોને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી મુહિમ સાથે જોડાવાની અપીલ કરી રહી છે. મહત્વપૂર્ણ છે કે, પંજાબના આશરે 40થી વધુ સંગઠનોએ સંયુક્ત કિસાન મોર્ચા બનાવ્યો છે, તેમણે યૂપી, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી અને અન્ય ભાગના ખેડૂત સંગઠનોનું સમર્થન મળ્યું છે.

આ ઉપરાંત સિંધુ, ટિકરી સહિત દિલ્હીની અન્ય બોર્ડર પર ભેગા થયેલા ખેડૂતોમાં વૃદ્ધોથી લઇને યુવા સુધી સામેલ છે. આ કારણ છે કે અલગ અલગ સંસ્થાઓ, યુવા લોકો ખેડૂતો સાથે આવી રહ્યા છે. સિંધુ બોર્ડર પર પછી પિત્ઝાનું લંગર હોય, પગની મસાજ કરવા માટે મશીન હોય કે પછી ઓપન જિમ, પ્રદર્શન કરતા ખેડૂતોને દરેક સુવિધા આપવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published.