///

હાઈલેવલ બેઠક ખત્મ, વડાપ્રધાન મોદીએ કહ્યું-પાકિસ્તાનના આ નાપાક ષડ્યંત્રને હરાવ્યું

વડાપ્રધાન મોદીએ આજે શુક્રવારે ગૃહપ્રધાન અમિત શાહ અને NSA અજિત ડોભાલ સહીતના ઉચ્ચ અધિકારીઓ સાથે હાઈલેવલ બેઠક કરી હતી. જે બાદ વડાપ્રધાને પાકિસ્તાન પર હુમલો કર્યો છે.

જમ્મૂ કાશ્મીરના નગરોટામાં એન્કાઉન્ટરમાં ભારતીય સેનાએ જૈશ-એ-મહોમ્મદના ચાર આતંકવાદીઓના ઠાર કર્યા હતાં. જે બાદ વડાપ્રધાન મોદીએ પાકિસ્તાન પર જોરદાર હુમલો કર્યો છે. વડાપ્રધાન મોદીએ આજે શુક્રવારે સાંજે સતત બે ટ્વિટ કર્યા છે અને તેઓએ કહ્યું કે પાકિસ્તાન સ્થિત જૈશ એ મોહમ્મદના આતંકવાદીઓનું કાવતરું ભારતમાં દાખલ થવાનું હતું પરંતુ આપણા સતર્ક જવાનોએ તેના પર પાણી ફેરવી દીધું.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે પાકિસ્તાન સ્થિતિ આતંકવાદી સંગઠનના ચાર આતંકવાદીઓ પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો અને વિસ્ફોટકો મળી આવ્યા છે જે એ વાતનો સંકેત છે કે આ આતંકવાદીઓ દેશની અંદર કહેર મચાવવાનો હતાં. પરંતુ સેનાએ તેમના મનસૂબા પર પાણી ફેરવી દીધું હતું.

વડાપ્રધાન મોદીએ ભારતના વીર જવાનો વિશે કહ્યું કે આપણા સુરક્ષા દળોએ એકવાર ફરી અત્યંત બહાદુરી અને સતર્કતાનો પરિચય આપ્યો છે. સુરક્ષા જવાનોએ જમ્મૂ કાશ્મીરમાં લોકતાંત્રિક પ્રણાલીને નિશાનો બનાવનાર એક નાપાક ષડ્યંત્રને હરાવ્યું છે.

નોંધનીય છે કે વડાપ્રધાન મોદીએ આજે અમિત શાહ અને અજિત ડોભાલ સહીતના મોટા અધિકારીઓ સાથે હાઈલેવલ બેઠક કરી હતી અને સૂત્રો અનુસાર સરકારનું માનવું છે કે મુંબઈ હુમલાની વર્ષગાંઠ પર જ આતંકવાદીઓ મોટો હુમલો કરવાની ફિરાકમાં હતાં.

Leave a Reply

Your email address will not be published.