///

જામનગર ભાજપ શાસિત મહિલા કોર્પોરેટરે વૃક્ષ બચાવવા કમિશનરને લીધા ઉધડ઼ા

જામનગર રણજીતસાગર ડેમ  પર અનોખી રીતે વૃક્ષોની ઘોર ખોદવામાં આવી રહી છે . જાગૃત મહિલા કોર્પોરેટર રચનાબેન દ્વારા અવાજ ઉઠાવવા માં આવ્યો છે અને કમિશનર સહીત ના અધિકારીઓ ને તાત્કાલિક પગલાં લેવા જાણ કરી હતી એક તરફ રાજ્ય અને કેન્દ્ર સરકાર પર્યાવરણ બચાવવા ની વાતો કરે છે ત્યારે જામનગર મહાનગર પાલિકા હદ વિસ્તાર માં વૃક્ષ નું છડેચોક છેદન થઇ થયું છે તેવા સમયે પાલિકા ની અને પોતાની જવાબદારી સમજી અને જવબદારો ને ઢંડોડીયા અને કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા

જામનગરનાં રણજીતસાગર ડેમ સાઇટ ઉપર વૃક્ષોનાં થડ સળગાવીને અનોખી રીતે વૃક્ષોનો નાશ કરવામાં આવતી હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. પર્યાવરણની ઘોર ખોદતી આ ઘટના અંગે મહિલા કોર્પોરેટરે કમિશનર અને પત્રકારોનું ધ્યાન દોર્યું છે.

કોર્પોરેટર રચના નંદાણીયા રવિવારે તેમના ગ્રુપ સાથે રણજીતસાગર ડેમ સાઇટ ઉપર ફરવા ગયા હતાં ત્યારે આ ચોંકાવનારી બાબત તેમનાં ધ્યાનમાં આવી હતી. ડેમસાઇટ ઉપર કાર પાર્કિંગના સ્થળે આવેલા 20 જેટલાં જીવંત વૃક્ષોનાં થડ સળગતા જોવા મળ્યા હતાં. આથી તેમના ગ્રુપે તુરંત થડમાં પાણી નાંખી ઠારવાનો પ્રયાસ કર્યો હતો. તપાસ કરતાં છેલ્લા કેટલાંક સમયથી અહીં આ પ્રકારની અત્યંત ગંભીર પ્રવૃત્તિ ચાલતી હોવાનું બહાર આવ્યું હતું. અહીં જામ્યુકોએ સિક્યુરીટી માણસો તૈનાત કર્યા હોવા છતાં આ પ્રકારની પ્રવૃત્તિ શંકાઓ ઉપજાવે તેવા પ્રકારની છે.

આ અંગે ફોટોગ્રાફ અને વિડીયો સાથે તેમણે તુરંત કમિશનરને જાણ કરી હતી. તેમજ પત્રકારોને પણ આ અંગે જાણ કરવામાં આવી હતી. અહીં આ પ્રકારે થતી વૃક્ષછેદનની કાર્યવાહી તુરંત અટકાવી જવાબદારો સામે  પગલાં લેવાની લાગણી પર્યાવરણ પ્રેમીઓમાં ઉગ્ર બની છે.

Leave a Reply

Your email address will not be published.