///

જામનગરના કલેકટર રવિશંકરનો જામનગરવાસીઓને આપ્યો સંદેશ, સાવચેત રહેવા કરી અપીલ

જામનગરમાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે જેને લઈને જામનગરના કલેકટર રવિશંકરે જામનગરવાસીઓને સંદાશ આપ્યો છે. તો કલેકટર રવિશંકરે લોકોને સંબોધન કરતા કહ્યું કે કે હાલમાં જામનગરમાં જે પ્રથમ પોઝિટિવ કેસ આવેલ છે તે ચૌદ મહિનાનું બાળક છે. આ રોગ સંક્રમણથી થાય છે એટલે કે તેને તેના માતા-પિતા અથવા આજુબાજુની વ્યક્તિ પાસેથી લાગુ પડવાની શક્યતા છે. બાળકની પરિસ્થિતિ અત્યારે ગંભીર છે તેઓએ કહ્યું કે બાળકને વેન્ટિલેટર પર રાખવામાં આવેલ છે અને આવનારા દિવસોમાં તેની તબિયત સુધરે તે માટે દરેક જામનગરવાસી પ્રાર્થના કરવાની અપીલ કરી હતી તેઓએ કહ્યું કે દરેક વિસ્તારમાં આ પોઝિટિવ કેસ આવેલ હોવાથી હાલ દરેક વિસ્તારને સંપૂર્ણ કોરન્ટાઈન કરવામાં આવ્યા છે અને અવરજવર બંધ કરવામાં આવી છે ત્યારે આ વિસ્તારમાં અને તેની આજુબાજુના વિસ્તારમાં ઘણા અન્ય રાજ્યોના હિન્દીભાષી શ્રમયોગીઓ પણ રહે છે જેથી દરેકને સંદેશ મોકલવામાં આવે છે

કે જો કોઈ આ વિસ્તારમાં આ બાળકના કે તેના માતા-પિતાના સંપર્કમાં આવ્યા હોય તેમને વર્તમાનમાં કોઈ શંકાસ્પદ લક્ષણો દેખાતાં ન હોય છતાં પણ તેઓ તંત્રનો સંપર્ક કરે. આ રોગના લક્ષણો ૧૪ દિવસની અંદર દેખાતા હોઇ કોઈપણ વ્યક્તિને આ ચેપી રોગ લાગુ પડી શકે છે તેમ જણાવી કલેકટરએ અપીલ કરી હતી કે, લોકો ઘરની બહાર નીકળવાનું ટાળે જેથી તેઓ સલામત રહી શકે અને તેમના પરિવારના સભ્યોને પણ સલામત રાખી શકે

Leave a Reply

Your email address will not be published.