/

પતિની હત્યારી પત્ની અને પ્રેમીને ઝડપી પાડતી જામનગર ક્રાઇમ બ્રાન્ચ

ખડબા ગામે  યુવકની હત્યાના આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે થોડા કલાકો પહેલા પ્રેમાંધ પત્ની એ પોતાના જ પતિની પ્રેમી સાથે મળી હત્યા કરી હતી અને પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પત્ની લાપતા બની હતી પરંતુ પોલીસની નઝરથી પત્ની અને તેમનો પ્રેમી બચીના શક્યા પોલીસે બન્ને પ્રેમી પંખીડાને ગણતરીની કલાકોમાં ઝડપી લીધા હતા પત્ની અન્ય  યુવક સાથે પ્રેમમાં પાગલ હતી અને પતિ પ્રેમી પત્નીને આડખિલ બની રહ્યો હોવથી પત્ની અને પ્રેમી એ પ્લાનઘડી પતિનું ઢીમ ઢાળી દીધું હતું પરંતુ પોલીસ થી પ્રેમી પત્ની અને યુવક બચીના શક્યા હવે બન્ને પ્રેમી પંખીડા જેલના સળિયા પાછળ ધકેલાય ગયા છે જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના ખડબા ગામમાં થયેલ યુવકની હત્યાના આરોપીઓને ગણતરીના કલાકોમા જ જામનગર એલસીબી અને લાલપુર પોલીસના સંયુક્ત પ્રયાસથી હત્યારાઓને ઝડપી લેવાય છે સમગ્ર વિગત જોઈએ તો  લાલપુર તાલુકાના નાના ખડબા ગામે વસવાટ કરતા લખમણભાઈ વાણીયાની પત્ની અંજુબેનને તેની બાધલા ગામે રહેતી બેન મધુબેનના દિયર પ્રફુલ્લ રામજી સોરઠીયા સાથે આડા સબંધો હોય જે નહી રાખવા મૃતક લખમણ અવારનવાર તેની પત્નીને સમજાવતો હતો.પણ બન્ને એટલી હદે પ્રેમાંધ થઇ ગયા હોય હવે પત્ની અંજુબેન અને તેના પ્રેમી પ્રફુલ્લને લખમણ વાણીયા આડાસબંધો રાખવામાં આળખીલી રૂપ બની રહ્યો હોય જેથી પત્નીએ તેના પ્રેમી સાથે મળીને પતિને રસ્તેથી હટાવી નાખવાનું નક્કી  કર્યું હતું, જેના ભાગરૂપે ખડબા ગામની સીમમાં લખમણ જ્યારે વાડીએ હતો ત્યારે પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે લખમણને બન્ને એ ભેગા મળીને તીક્ષ્ણ હથિયારના ઘા  માથાના ભાગે ઝીંકી દઈ અને હત્યા નિપજાવ્યાના મામલે પત્ની અને તેના પ્રેમીની લાલપુર પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

Leave a Reply

Your email address will not be published.