ગુજરાતમાં હાલ તહેવારોની સીઝન ચાલી રહી છે. આ દરમિયાન જામનગર માર્કેટયાર્ડમાં આજથી ત્રણ દિવસ એટલે કે 1 નવેમ્બર સુધી ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા બંધ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ તહેવારોના કારણે શ્રમિકો તેમના વતન પરત ફર્યા છે. જેથી પૂરતી સંખ્યામાં શ્રમિકો ન હોવાના પગલે બંધ રાખવામાં આવી છે. જે બાદ 2 નવેમ્બરથી રાબેતા મુજબ ફરીથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાશે.
આજે શુક્રવાર એટલે ઇદે મિલાદની રજા છે, જ્યારે બાદમાં શનિવાર અને રવિવારની રજા છે. આમ, ત્રણ દિવસની રજા હોય જેના પગલે જામનગર ખાતેનું માર્કેટયાર્ડ ત્રણ દિવસ માટે બંધ રાખવામાં આવ્યું છે. એટલે 1 નવેમ્બર સુધી જામગનર માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયા બંધ કરવામાં આવી છે. હવે આગામી 2 નવેમ્બરે માર્કેટયાર્ડ રાબેતા મુજબ ચાલુ થશે.