///

જાવેદ અખ્તરે અભિનેત્રી કંગના વિરૂદ્ધ માનહાનિનો કેસ કર્યો દાખલ

બોલિવૂડના જાણીતા ગીતકાર જાવેદ અખ્તરે હાલમાં જ અભિનેત્રી કંગના રનૌત વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે. કંગનાએ સોશ્યલ મિડીયા અને ન્યુઝ ચેનલ્સ સાથે વાત કરતા સમયે જાવેદ અખ્તર પર ચોંકાવનારા આરોપ લગાવ્યા છે. તો બીજી બાજુ જાવેદ અખ્તરે પણ કંગના વિરુદ્ધ માનહાનિનો કેસ નોંધાવ્યો છે.

તો કંગનાએ ટ્વિટ કર્યું છે કે, એક થી શેરની અને એક શિયાળનુ ઝૂંડ. સાથે જ કંગનાએ શિવસેનાના નેતા સંજય રાઉતનું ટ્વિટ શૅર કર્યુ હતુ. જેમાં તેઓ જાવેદ અખ્તર કંગના પર કેસ કરશે તે વાત કરી રહ્યાં છે. તો પોતાની ટ્વિટમાં રાઉતે લખ્યું છે કે, ગીતકાર જાવેદ અખ્તરે રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય ટેલિવિઝન પર અપમાનજનક નિવેદન આપવા પર બોલિવૂડ અભિનેત્રી કંગના વિરુદ્ધ ફરિયાદ કરી છે. મુંબઇના અંધેરીમાં મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ સામે ફરિયાદ દાખલ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કંગનાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ઋત્વિક રોશન મામલા પર જાવેદ અખ્તરે મને કહ્યું હતું કે, રાકેશ રોશન પરિવાર મોટા લોકોનો પરિવાર છે. જો તું તેમની માફી નહી માંગે તો તું ક્યાંયની પણ નહી રહે. તે તને જેલમાં નાંખી દેશે અને તારી પાસે પોતાની જાતને નુકસાન પહોંચાડવા સિવાય કોઇ વિકલ્પ નહી રહે, તુ આત્મહત્યા માટે પણ વિચારી શકે છે. ત્યારે કંગનાએ કહ્યું કે મે જ્યારે તેમની વાત નહોતી માની તો તે મારા પર ગુસ્સે થયા હતા.

Leave a Reply

Your email address will not be published.