//

જયેશ રાદડિયાની પહેલી વખત ગર્જના ભલભલા વાવાઝોડાં વિઠ્ઠલભાઈ સામે શમી ગયા

મારા પિતાના ખેતરમાં લણવાનો અધિકાર મારો, ભલભલા વાવાઝોડાં વિઠ્ઠલભાઈ સામે શમી ગયા આ નિવેદન આપ્યું છે જયેશ રાદડિયાએ ભારતીય જનતા પાર્ટીના નેતા કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ રાદડિયા પરિવાર દ્વારા યોજાયેલ સમુહલગ્નમાં પહેલી વાર બેબાક બોલ બોલ્યા હતા. જયેશ રાદડિયાએ જામકંડોરણામાં યોજાયેલા સમારોહમાં પડકાર ફેંક્યો હતો કે ‘મારા પિતાની ખેતી પર લણવાનો મારો જ અધિકાર છે. રાદડિયાએ જણાવ્યું હતું કે મારાપિતાએ 30 વર્ષ સુધી ખેતી કરી છે, આપણા ખેતરમાં આપણે કોઈને ઘૂસવા દઈએ છીએ? મારા પિતાના ખેતરમાં લણવાનો અધિકાર મને જ હોય છે. ભલભલા વાવાઝોડાં વિઠ્ઠલભાઈ સામે શાંત પડી ગયા છે’

સ્વાભાવિક રીતે આવા નિવેદનો અને બેબાક વિટ્ઠલ રાદડિયા બોલતા હતા પરંતુ પહેલી વાર જયેશ રાદડિયાએ જણાવ્યું, ‘ગામડામાં આપણે કોઈને શેઢા પર ઘૂસવા નથી દેતા તો આ તો મારા પિતાની વાડી છે. આપણે કોઈને ઘૂસવા દઈએ? મારાપિતાની સીટ પર હું જ લડીશ. પવન અહીંયાથી ઉપડે કે પછી પોરબંદરથી. ગઈકાલે પણ પોરબંદરથી પવન ઉપડ્યો હતો શાંત પડી ગયો. મારા પિતાની સીટ પર લણવાનું હું જ કામ કરીશ’

દુશ્મનો પર ઈન્ડાયરેક્ટ વાર

જયેશ રાદડિયાએ વધુમાં એમ પણ કહ્યું કે ‘જે લોકો રાહ જોતા હોય તેમણે બહુ ચિંતા કરવાની જરૂર નથી. રાજકારણમાં હોઈએ એટલે સ્વાભાવિક છે રાજકારણ તો કરીએ જ પરંતુ સમયે આવે ત્યારે રાજકારણ કરવાનું હોય છે. અમારૂં કામ છે રાજકારણ સાથે સમાજ સેવા. એક હાથે રાજકારણ એક હાથે સમાજસેવા. આ મારા પિતાની વાડી છે અને તેમાં લણવાનો અધિકાર સ્વાભાવિક રીતે મારો જ હોય’

સૌરાષ્ટ્રના પાટીદારોમાં જેમના નામનો સિક્કો ચાલતો હતો તેવા નેતા અને પોતાના સ્વર્ગસ્થ પિતા વિઠ્ઠલ રાદડિયાના નામ સાથે લલકાર કરતા જયેશ રાદડિયાએ કહ્યું હતું કે ‘ પવન આ બાજુથી ફૂંકાય કે પોરબંદરથી ફૂંકાય. સારાસારા વાવાઝોડાં વિઠ્ઠલભાઈ સામે શાંત પડી ગયા. મારા પિતાએ અહીંયા 30 વર્ષ સુધી વાવણી કરી છે. લણવાનો હક્ક મારો જ છે.

Leave a Reply

Your email address will not be published.