/

મોરના ઈંડા ચીતરવા ન પડે : જયેશ રાદડિયાએ પણ પોતાના પિતાએ શરૂ કરેલી પરંપરા જાળવી રાખી

પાટીદાર યુવા નેતા અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ પિતા વિઠ્ઠલ રાદડિયાએ શરુ કરેલ પરંપરા જાળવી રાખી છે. પિતાના પગલે પુત્ર જયેશ રાદડિયા જે રીતે રાજનીતિમાં આગળ વધ્યા તે જ રીતે જયેશે પોતાના પિતાના અવસાન બાદ સામાજિક જવાબદારી પણ સાંભળી છે. રાદડિયા પરિવારે જામ કંડોરાણામાં શાહી સમૂહલગ્નનું આયોજન કર્યું જેમાં રાજ્યના મુખ્યમંત્રી સહીત ના અનેક મહાનુભવોએ આપી હાજરી. 

ગુજરાત રાજ્યના કેબિનેટમંત્રી અને ભાજપમાં મોખરું સ્થાન ધરાવતા સ્વ.વિઠ્ઠલ રાદડિયાના પુત્ર જયેશ રાદડિયા દ્રારા જામ કંડોરાણા ખાતે શાહી સમૂહ લગ્ન નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 156 નવ દંપતી હિન્દૂ શાસ્ત્રોક્ત વિધિથી પભુતામાં પગલાં માંડયા છે.

પાટીદાર સમાજ માં આગવું સ્થાન ધરાવતા સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયા ના પરિવાર વખતો વખત સમૂહ લગ્નો નું આયોજન કરવા માં આવે છે જેમાં આ વર્ષે 156 નવ દંપતી સમૂહ લગ્ન માં 156 નવ દંપતીઓ એ ભાગ લીધો હતો. આ શાહી સમૂહલગ્ન માટે મેબિનેટ મંત્રી જયેશ ભાઈ રાદડિયા દ્રારા શિસ્તબદ્ધ આયોજન કરવામાં આવ્યું હતું. હજારો લોકો સમૂહ લગ્ન માં એક સાથે બેસી સપ્તપદી ના ફેરા નિહાળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ આલીશાન સમિયાણું બાંધવામાં આવ્યું હતું. હજારો લોકો એક સાથે ભોજન પ્રસાદી લઇ શકે તેના માટે ખાસ પ્રકાર ની વ્યવસ્થા કરવામાં આવી હતી. 5000 જેટલા સ્વયંસેવકો એ કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન થાય તે માટે ખડે પગે રહ્યા હતા.

જામ કંડોરણા ખાતે વર પક્ષ અને કન્યા પક્ષ માટે અલગ અલગ વ્યવસ્થા કરવા માં આવી હતી હજારો ચોરસ વાર જગ્યા માં યોજાયેલ બ્રાહ્મણો દ્રારા શાસ્ત્રોક્ત વિધિ થી લગ્નવિધિ સંપન્ન કરાવવા માં આવી હતી. આ શાહી સમૂહ લગ્ન માં કન્યાને પાનેતર થી લઇ ઘર ની તમામ ઘર વખરી આપવામાં આવી હતી. તેમજ વરરાજા ને શૂટ.બુટ.ઘડિયાળ સહીત ની ચીજ વસ્તુ આપવામાં આવી હતી.

લગ્ન સમારોહ દરમિયાન સંયમ સેવકોએ સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયા ના ફોટા વાળા ટીશર્ટ પહેરી મહેમાનો ની આગતા સ્વાગત કર્યું હતું સ્વયં સેવિકા બહેનો માટે ખાસ પ્રકાર નો ડ્રેસકોડ રાખવા માં આવ્યો હતો. શાહી સમૂહલગ્નમાં ડી.જે સાથે વરઘોડો નીકળો હતો જેમાં ઘોડાગાડી બગી અને વિન્ટેજ કાર માં વરરાજા બેસી ને લગ્નના માંડવે પહોંચ્યા હતા. વડ એવા ટેટા અબે બાપ એવા બેટા આ કહેવતને કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા સાર્થક કરી બતાવી.

Leave a Reply

Your email address will not be published.