નીતિન પટેલના નિવેદનનું કોંગ્રેસ ખોટું અર્થઘટન કરી જનતાને ગેરમાર્ગે દોરે છે : જીતુ વાઘાણી

નીતિન પટેલે બે દિવસ પહેલા એક ધાર્મિક કાર્યક્રમ માં જણાવેલ હતું કે એક તરફ હું અને એક તરફ બધા છે તેની સામે કોંગ્રેસે વિધાનસભામાં આજે નાયબ મુખ્યમંત્રીને કોંગ્રેસના મુખ્યમંત્રી બનવા અને ધારાસભ્યોને સાથે લઇ આવવાની વાત બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ નીતિનભાઈના નિવેદનનું ખોટું અર્થઘટનના કરે કોંગ્રેસ સત્તાવગર બેબાકળી બની ગયેલી છે સત્તા માટે વલખા મારે 27 વર્ષ થી સત્તા પાર નથી પ્રજા પણ કોંગ્રેસથી નારાજ છે નીતિન ભાઈ વરિષ્ઠ અને પરિપક્વ અને સારી આગવી સુઝબુઝ ધરાવતા ભાજપના સિનિયર નેતા છે.

જીતુ વાઘાણી એ જણાવ્યું હતું કે નીતિનભાઈને કોંગ્રેસના નેતાઓની સલાહની જરૂરત નથી તે હોશિયાર છે નીતિનભાઈનો કહેવાનો મતલબ હતો કે વિપક્ષ એકસાથે મળીને રજૂઆત કરતુ હોઈ છે ત્યારે હું એકલો જવાબ આપતો હોવ છું આવું નીતિન ભાઈ એ નિવેદન કર્યું હતું પાટીદાર અનામત આંદોલન વખતે પણ નીતિન ભાઈ એ કોંગ્રેસને જવાબો આપ્યા હતા વધુમાં જીતુ વાઘનીએ ઉમેર્યું હતું કે કોંગ્રેસ વર્ષોથી ગુજરાતની શાંતિ અને સલામતી ડહોળવાનો પ્રયાસ કરે છે એટલે જ સતત લોક સભાની તમામ બેઠકો પર કોંગ્રેસ હારતી આવી છે ધાર્મિક અને સામાજિક કાર્યક્રમમાં નીતિન ભાઈ જે બોલ્યા એ વાતને કોંગ્રેસ પ્રજાને ગેરમાર્ગે લઇ જવા માંગે છે ગુજરાતના પાટીદારોના આંદોલનો પણ કોંગ્રેસ પ્રેરિત હતા તેમ જીતુ વાઘાણીએ ઉમેર્યું હતું અને કોંગ્રેસના ઉત્કંઠાનો વાઘાણીએ ધારદાર જવાબ આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.