///

વિજયભાઈનું હવાઈ જહાજ જીગ્નેશ મેવાણીએ વિધાનસભામાં ઉડાડયું

વિધાનસભાનાં બજેટ સત્રમાં આજે વડગામના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આજે સરકારની ઉધડી લીધી છે. સરકાર પર ખંભાત અને દિલ્હીનાં રમખાણો મુદ્દે આકમણ પ્રહારો કર્યા હતાં. તેમજ બાબા સાહેબ આંબેડકર અને સરદાર વલ્લભભાઇ પટેલને તેમણે યાદ કર્યા હતાં. તેમજ ટ્રમ્પની મુલાકાત અંગે પણ નિવેદન આપ્યુ હતું. જિગ્નેશ મેવાણીએ નિવેદન આપતા જણાવ્યુ કે, દાયકાઓ સુધી ત્રિશૂલો અને તલવારોને બદલે જો બાબા સાહેબનો બંધારણની નકલો વહેંચી હોત તો આજે આ દિવસ જોવાનો વારો ના આવ્યો હોત તેવું જણાવી સરકાર પર કટાક્ષ કર્યો હતો.

જિગ્નેશ મેવાણીએ વિધાનસભાનાં બજેટ સત્રમાં જણાવ્યુ હતું કે, ખંભાત અને દિલ્હીમાં કોમવાદની આગ લાગી છે.સરદાર વલ્લભભાઇ પટેલ આપણી વચ્ચે હોત તો તેમણે આ મેલાધેલા, કાળી મજુરી કરતા, અર્ધ નગ્ર અવસ્થામાં જીવતા ઝૂંપડપટ્ટીઓનાં ગરીબોના ચહેરા ઢાંકવાનું કૃત્ય ના કર્યુ હોત. ડોનાલ્ડ ટ્રમ્પનાં કારણે ગુજરાતની ૬.૫ કરોડ જનતા કે દેશની ૧૩૦ કરોડ જનતા ઉજળી નથી. પરંતુ શ્રમજીવીઓના કારણે તમે અને હું તથા ગુજરાતની જનતા ઉજળી છે.

તેમણે મુખ્યમંત્રી રૂપાણી પર પ્રહારો કરી જણાવ્યુ હતુ કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી સાહેબે પોતાની સુવિધા માટે હવાઇ જહાજ ખરીધ્ધુ છે. રાજયમાં ૧૭૦થી ૧૯૦ કરોડના ખર્ચે હવાઇ જહાજ ખરીદવામાં આવે છે. પણ સફાઇ કામદારે કયારેય ગટરમાં ઉતરીને મરવાનો વાળો ન આવ્યો હોત. તેમજ આધુનિક મશીનો ખરીદવામાં આવતા નથી. તેવું જણાવી ગુજરાત સરકાર પર આક્ષેપો કર્યા હતાં

1 Comment

Leave a Reply

Your email address will not be published.