/

આજે JNUનો પદવીદાન સમારોહ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મુખ્ય અતિથિ બનશે

જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી(JNU)માં આજે બુધવારે પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય અતિથિ તરીકે રામનાથ કોવિંદ ઉપસ્થિત રહેશે.

કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આ સમારોહ સંપૂર્ણપણે ડિજીટલ રીતે યોજાશે, જેમાં 600થી વધુ વિદ્યાર્થીઓને PHD ડિગ્રી એનાયત કરવામાં આવશે.

આ વર્ષે 600થી વધુ PHD ડિગ્રી આપવામાં આવશે, જેમાં 11 શાળાઓ અને 3 વિશેષ કેન્દ્રોના વિદ્યાર્થીઓ સામેલ છે. આ સમગ્ર કાર્યક્રમનું LIVE પ્રસારણ JNUના ફેસબુક અને ટ્વીટર પેજ પરથી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.