જાતીય શોષણ માટે જેલમાં બંધ આસારામની જામીન અરજીની સુનાવણીની અરજી જોધપુર કોર્ટે સ્વીકારી લીધી છે. જાન્યુઆરીના ત્રીજા અઠવાડિયામાં આસારામની અરજી પર સુનાવણી થશે. આસારમે તેની વયની દલીલ કરતાં અદાલતમાં સુનાવણીની અરજી કરી હતી.
ન્યાયાધીશ સંદીપ મહેતા અને રામેશ્વરલાલ વ્યાસની ખંડપીઠે આસારામની અરજી સ્વીકારી છે. આસારામે કહ્યું હતું કે તે 80 વર્ષનો છે અને 2013થી જેલમાં છે. આસારામે કોર્ટને કહ્યું હતું કે તેની અપીલની સુનાવણી જલ્દીથી થવી જોઈએ. વરિષ્ઠ વકીલ જગમલ ચૌધરી અને પ્રદીપ ચૌધરી દ્વારા આસારામની અરજી રજૂ કરવામાં આવી હતી.
મહત્વનું છે કે વર્ષ 2013માં એક સગીર યુવતીએ જોધપુર નજીકના આશ્રમમાં આસારામ પર દુષ્કર્મ નો આરોપ લગાવ્યો હતો. આસારામની મધ્યપ્રદેશના ઇન્દોરથી 31 ઓગસ્ટ 2013માં ધરપકડ કરવામાં આવી હતી. આસારામ પર પોસ્કો, જુવેનાઇલ જસ્ટિસ એક્ટ, દુષ્કર્મ , ગુનાહિત કાવતરું અને અન્ય ઘણા કેસો હેઠળ કેસ દાખલ છે