///

જો બાઈડેને નવી કેબિનેટની કરી જાહેરાત, 20 જાન્યુઆરીએ કાર્યભાર ગ્રહણ કરશે

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને પોતાની નવી કેબિનેટની જાહેરાત કરી દીધી છે. ત્યારે બાઈડેન 20 જાન્યુઆરીએ કાર્યભાર ગ્રહણ કરશે પરંતુ તેમણે પોતાની કેબિનેટની રૂપરેખા તૈયાર કરવાનું શરૂ કરી દીધુ છે. બાઈડેને પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાના સમયના રાજનાયિક એન્ટની બ્લિંકનને વિદેશ પ્રધાન નિયુક્ત કર્યા છે. તો બાઈડેન તંત્રમાં જેક સુલિવનને પણ જગ્યા મળી છે. બાઈડેને સુલિવનને પોતાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર નિયુક્ત કર્યા છે.

બાઈડેન તંત્રમાં 58 વર્ષીય એન્ટની બ્લિંકન અમેરિકાના વિદેશ પ્રધાન હશે. જોકે ટ્રમ્પ તંત્રમાં તેની જવાબદારી માઇક પોમ્પિઓ પર છે. 20 જાન્યુઆરી બાદ બ્લિંકન વિદેશ મંત્રાલયમાં પોમ્પિઓનું સ્થાન ગ્રહણ કરશે. બ્લિંકન પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના કાર્યકાળમાં તેમના તંત્રનો ભાગ રહી ચુક્યા છે. 2020ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં બ્લિંકન બાઈડેનની વિદેશ નીતિના સલાહકાર પણ છે. વિદેશ પ્રધાનની જાહેરાત પર બ્લિંકને પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, તે પોતાનું કામ એક મિશનની જેમ લેશે, સાથે જ પોતાની જવાબદારીઓને સારી રીતે નીભાવશે.

રાષ્ટ્રપતિ બાઈડેને સુલિવનને પોતાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર નિયુક્ત કર્યા છે. આપને જણાવી દઈએ કે, દેશની સુરક્ષામાં તેમની મુખ્ય ભૂમિકા હોય છે. સુલિવને પોતાની નિયુક્તિ બાદ પોતાની પ્રથમ પ્રતિક્રિયામાં કહ્યુ કે, જો બાઈડેને તેમણે શીખવાડ્યુ છે કે, દેશની સુરક્ષા કેવી રીતે કરવામાં આવે છે. NSA તરીકે તે દરેક ઉપાય કરશે, જેનાથી અમેરિકા સુરક્ષિત રહે.

આ ઉપરાંત અમેરિકાના આંતરિક સુરક્ષાની જવાબદારી અલેજાંદ્રો મેયરકસનને મળશે. વર્તમાન સમયમાં અમેરિકામાં આંતરિક સુરક્ષા ઘણી મહત્વની છે. ખાસ કરીને ત્યારે જ્યારે અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીના સમયે અશ્વેત આંદોલન ઘણુ હિંસક બની ગયુ હતું. એવામાં અમેરિકાની આંતરિક સુરક્ષા એક મોટો પડકાર હશે.

Leave a Reply

Your email address will not be published.