////

જો બાઇડેન 264 ઇલેક્ટોરલ મત સાથે જીતની નજીક

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન પુરુ થઇ ગયું છે, હવે મતગણતરીની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં ઘણા રાજ્યોમાંથી વલણ તેમજ પરિણામ આવી ગયા છે. ડેમોક્રેટસના ઉમેદવાર જો બાઇડેન અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે. જેમાં અત્યાર સુધીમાં જો બાઇડેનને 264 ઇલેક્ટોરલ મત મળ્યા છે, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને 214 મત મળ્યાં છે.

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા માટે એક ઉમેદવારના પક્ષમાં 270 ઇલેક્ટોરલ મત હોવા જોઇએ. એટલે કે જો બાઇડેનને હવે માત્ર 6 ઇલેક્ટોરલ મતની જરૂર છે.

જો બાઇડેન મતના આંકડામાં પણ આગળ છે

રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડેમોક્રેટ ઉમેદવાર જો બાઇડેનને અત્યાર સુધીમાં 7,15,57,235 મત પ્રાપ્ત થઇ ગયા છે. જે સંપૂર્ણ મતના 50.3 ટકા છે. જ્યારે બીજી તરફ રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને 48 ટકા સાથે 6,82,56,676 મત મળ્યાં છે.

જીતની નજીક જો બાઇડેન

ડેમોક્રેટ ઉમેદવાર જો બાઇડેન અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ઇલેક્ટોરલની ઘણા નજીક પહોંચી ગયા છે. મહત્વનું છે કે જો બાઇડેનને અત્યાર સુધીમાં 264 ઇલેક્ટોરલ મત મળી ગયા છે. જ્યારે ટ્રમ્પને 214 ઇલેક્ટોરલ મત મળ્યાં છે. રાષ્ટ્રપતિ ચૂંટણી જીતવા માટે એક ઉમેદવારને 270 ઇલેક્ટોરલ મતની જરૂરિયાત હોય છે.

બાઇડેનએ કર્યો જીતનો દાવો

જો બાઇડેન હવે પોતાની જીત પ્રતિ આશ્વસ્ત નજર આવી રહ્યાં છે. બાઇડને પોતાના ટ્વિટથી કહ્યું કે મને વિશ્વાસ છે કે આપણે જ વિજય બનીશું, પરંતુ આ મારી જીત કે આપણી જીત નહી હોય. આ અમેરિકાના લોકો માટે, આપણી લોકશાહી માટે, અમેરિકાની જીત હશે.

અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીની લડાઇ હવે કોર્ટના દ્વારે પહોંચી છે. ટ્રમ્પ કેમ્પ દ્વારા બુધવારના રોજ મિશિનગમાં જ્યાં મતની ગણતરી થઇ રહી છે ત્યાં સાર્થક પહોંચ પ્રદાન કરવા સુધી મતગણતરી રોકી દેવાની અપીલ કરી છે. હાલમાં મિશિગનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પ્રતિસ્પર્ધી જો બાઇડનના મતની ગણતરી કરવામાં આવી રહી છે.

જુઓ, 270 ઇલેક્ટોરલ મત કઇ રીતે

  • 270 અમેરિકાની ચૂંટણીમાં સત્તા કોની પાસે આવશે તે નક્કી કરે છે
  • 270 એક આંકડો છે જે નિર્વાચક મંડળ તરીકે નક્કી કરે છે કે આગામી 4 વર્ષ અમેરિકાની સત્તા કોણ સંભાળશે
  • અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા માટે કુલ ઈલેકટોરલ વોટમાંથી 270 ઈલેકટોરલ વોટની જરૂર પડે છે
  • અમેરિકાના 50 રાજ્યોમાં કુલ 538 ઈલેકટોરલ વોટ છે
  • પ્રત્યેક રાજ્યને અલગ અલગ સંખ્યા મુજબ ઈલેકટોરલ વોટ ફાળવેલા છે
  • નિર્વાચક મંડળ એટલે કે ઈલેકટોરલ વોટ પ્રતિનિધિ સભામાં તેમના કેટલા સભ્યો છે તેના આધારે નક્કી થાય છે જેમા બે સેનેટર પણ ઉમેરવામાં આવે છે
  • હાલની સ્થિતિએ કેલિફોર્નિયા રાજ્યમાં સૌથી વધુ ઈલેકટોરલ વોટ છે જેની સંખ્યા 55 છે

ઉલ્લેખનિય છે કે 2016માં હિલેરી ક્લિન્ટનને 29 લાખ મત વધારે મળ્યા હતાં. પરંતુ તેમ છતા પણ તેઓ ચૂંટણી હારી ગયા હતાં. ટ્રમ્પ એટલા માટે વિજયી બન્યા હતા કારણ કે નિર્વાચક મંડળના આંકડા મુજબ ટ્રમ્પને સફળતા મળી હતી.

Leave a Reply

Your email address will not be published.