અમેરિકામાં જોર્જ વોશિંગ્ટન પહેલા રાષ્ટ્રપતિ હતા જેમણે વ્હાઈટ હાઉસમાં કુતરા રાખ્યા હતા. ત્યારબાદ વ્હાઈટ હાઉસમાં કુતરા રાખવાનું બંધ થઈ ગયું હતું. ત્યારે વ્હાઈટ હાઉસમાં કુતરા રાખવાની પરંપરા ફરીથી શરૂ થશે. જો બાઈડેન તેમજ તેમના પત્નિને કુતરા બહુ પસંદ છે. ત્યારે વ્હાઈટ હાઉસમાં તેમના બે જર્મન શેફર્ડ, ચેમ્પ અને મેજર પણ નજરે પડી શકે છે.

નોંધનીય છે કે, બાઈડેનના રાષ્ટ્રપતિ બનવા પર ભારત, અમેરિકા સહિત અન્ય દેશોની સાથે આયરલેન્ડ તેમના પૈતૃક ઘરમાં પણ જીતનું સેલિબ્રેશન જોવા મળી રહ્યું છે. જો કે તેમના પૂર્વજો લગભગ 200 વર્ષ પહેલા આયરલેન્ડથી અમેરિકા આવીને વસ્યા હતા.
જોકે બાઈડેન તે સમયે 29 વર્ષના હતા અને તે વ્યક્તિને મળવા માંગતા હતા. પરંતુ પરિવાર અને રાજનીતિક મર્યાદાઓને કારણે તેઓ આવું કરી ન શક્યા. ત્યારે 5માં દશક બાદ તેઓએ પોતાની આ ઈચ્છા પુર્ણ કરી હતી. જ્યારે પણ તેઓ ભારતીય અમેરિકન અથવા ભારતીય નેતા સાથેની મુલાકાત કરે છે ત્યારે પોતાના આ સંબંધીની વાત અચૂક કરે છે.