///

પાસ કન્વીનરને સોંપાઈ જૂનાગઢ કોંગ્રેસની કમાન

જૂનાગઢ શહેર પ્રમુખ તરીકે પાટીદાર આગેવાન ની નિમણુંક કરવામાં આવી છે કોંગ્રેસે વર્ષ 2017 ની ચૂંટણીમાં જે સક્રિય કાર્યકર તરીકે કામ કરતા હતા તેવા પાટીદાર અગ્રણી અને કોંગ્રેશના પાયા ના કાર્યકરને હવે આગામી સ્થાનિક સ્વારાજ્યંની ચૂંટણીઓને ધ્યાને રાખી ને આજે જૂનાગઢ જિલ્લા અને શહેરના કોંગ્રેસ પ્રમુખ તરીકે પાટીદાર નેતા અમિત પટેલની નિમણુંક કરવામાં આવી છે.

આ નિમણુંક ને પાટીદાર યુવાનો એ વધાવી લીધી છે અને અમિત પટેલ નું પાર્ટી માં કદ વધતા કાર્યકરો માં પણ ખુશી જોવા મળી હતી અમિત પટેલ પાટીદાર અનામત આંદોલન સમિતિમાં કન્વીનર તરીકે પણ પોતાની જવાબદારી સંભાળે છે ત્યારે હવે જૂનાગઢ શહેરની વધુ જવાબદારી તેમને સોંપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.