////

પાક નિષ્ફળ જતા જૂનાગઢના ખેડૂતે કરી આત્મહત્યા

રાજ્યમાં ચાલુ વર્ષે ભારે વરસાદ અને કોરોના મહામારીને કારણે ખેડૂત બમણા મારનો સામનો કરી રહ્યાં છે. અનેક જિલ્લાઓના ખેડૂતને ભારે વરસાદને કારણે ભારે નુકસાનનો મારો સહન કરવો પડ્યો હતો. આ વર્ષ ખેડૂતો માટે ખૂબ જ મુશ્કેલ બન્યું છે, ત્યારે કોરોના કહેરને કારણે ખેડૂતોના પાકને યોગ્ય ભાવ મળી રહ્યાં નથી. તો બીજી બાજુ ભારે વરસાદના પગલે ખેડૂતોનો પાક નિષ્ફળ થયો હતો. આ વચ્ચે જુનાગઢમાં આવેલા વંથલી પાક નિષ્ફળ જવાને કારણે એક ખેડૂતે આત્મહત્યા કરી લીધી છે.

જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ટીકર ગામના પરસોતમભાઈ પટેલ નામના વ્યક્તિએ પાક નિષ્ફળ જવાને કારણે પોતાની વાડીએ ઝેરી દવા પી આત્મહત્યા કરી હતો. આ ઘટનાને લઈને નાનકડા એવા વંથલી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

કોરોના મહામારીને કારણે બેરોજગારીની સંખ્યા વધી ગઈ છે. જેને કારણએ ખેડૂતોને પણ આજીવિકાના એકમાત્ર સાધન એવી જમીનમાં ઉત્પાદન નિષ્ફળ જતા અને ખેડૂતોની હાલત કફોડી બની છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા અનેક રાહત પેકેજોની જાહેરાતો કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી ખેડૂતોને આ સહાયનો લાભ મળ્યો ન હોવાની વાતો પણ ખેડૂતો કરી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published.