//

પ્રકૃતિના ખોળે યોજાતી પાવનકારી ગિરનારની લીલી પરિક્રમા રદ

વિશ્વમાં સહિત રાજ્યમાં કોરોનાની બીજ લહેર શરૂ થઇ છે. રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ સંક્રમણનું પ્રમાણ વધ્યું છે. ખાસ કરીને છેલ્લા 2 દિવસથી 1 હજારથી વધુ કોરોના વાયરસના કેસ સામે આવી રહ્યા છે તો અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ ફરી એકવાર વધ્યું છે. જેના પગલે
અમદાવાદમાં 57 કલાકનું કરર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે હવે જૂનાગઢની લીલી પરિક્રમાને લઇને સ્થાનિક તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, જૂનાગઢ કલેકટરે લીલી પરિક્રમાને લઇને મહત્વની જાહેરાત કરતા કહ્યું હતું કે, ચાલુ વર્ષે લીલી પરિક્રમા નહીં યોજવામાં આવે. રાજ્યમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. ત્યારે આગામી સમયમાં વધુ સ્થિતિ બગડે નહીં તે માટે આગોતરા પગલારૂપે લીલી પરિક્રમા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનિય છે કે પ્રકૃતિના ખોળે દર વર્ષે યોજાતી પરિક્રમામાં આશરે 10 લાખ શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. પરિક્રમાં કરવા આવતાં યાત્રિકો માટે વિવિધ સંસ્થાઓ-મંદિરો અને વિવિધ સમાજના લોકો દ્વારા અન્નક્ષેત્રો શરૂ કરવામાં આવતા હોય છે. પરંતુ તે આ વર્ષે નહીં યોજાય.

ગીરનારની લીલી પરિક્રમાનું અનેરૂ મહાત્મય છે. એવી પણ લોકવાયકાઓ છે કે, ત્યાં 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ છે અને તેઓ દેવ ઉઠી એકાદશીની રાત્રીએ ગિરનારમાં જાગતા હોય છે. જેથી આ સમયે ગિરનારની પરિક્રમા કરવાનું વિશેષ મહત્વ છે. પરિક્રમા કરવાથી પાપનો નાશ થાય છે.

Leave a Reply

Your email address will not be published.