//

મહાશિવરાત્રી મેળા પહેલા રસ્તાની મરામત કરવાની માગ કરતી કોંગ્રેસ :જાણો શું છે સત્ય

જૂનાગઢ
આગામી શિવરાત્રીના દિવસે જૂનાગઢ માં મીની કુંભ  મેળો થાય છે તેની ગરિમા જાળવી રાખવા ને વિકાસ ના કામો ની વાતો સાબિત કરી આપવા  જૂનાગઢ ને જોડતા કેટલાક રસ્તાઓ હાલ બિસમાર હાલતમાં છે જેની તાત્કાલિક મરામત કરી આપવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મંત્રી અને લોધિકા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મનોજ રાઠોડેમુખ્યમંત્રી ને પત્ર લખી રજૂઆત કરી છે કે આગામી દિવસોમાં  જૂનાગઢ ખાતે વિશ્વ પ્રસિદ્ધ મહાશિવરાત્રીનો મેળો નજીક આવી રહ્યો છે ત્યારે જૂનાગઢ શહેર અને જિલ્લાને જોડતા તમામ સ્ટેટ અને નેશનલ હાઈવેની તાકિદે મરામત કરવામાં આવે તેવી માંગ કરી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મંત્રી અને લોધિકા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મનોજ રાઠોડે આ બાબતે  જણાવ્યું છે કે મૂખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતના તમામ યાત્રાધામો માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. ત્યારે બીજી તરફ પ્રથમ જ્યોતિર્લિંગ સ્વરૂપે બીરાજતા સોમનાથ મહાદેવના પવિત્ર યાત્રાધામ ઉપરાંત દેશની શાન સમા એશિયાટિક સિંહોના મુકામ એવા સાસણગીર તરફ જતા યાત્રિકો અને પ્રવાસીઓને જૂનાગઢ હાઇવે ની બિસ્માર હાલત તરફ પણ ધ્યાન કેન્દ્રિત કરે અને મુસાફરોની હાલાકી દૂર કરે જેથી દેશ વિદેશ થી આવતા પર્યટકોને બિસમાર રસ્તા ને કારણે હાલાકી ભોગવવી ના પડે.

મનોજ રાઠોડે જણાવ્યું છે કે રાજકોટથી સોમનાથ મહાદેવના દર્શન કરવા જતા યાત્રિકો કે સાસણગીરમાં સિંહ દર્શન અને  પોરબંદરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળ કિર્તિ મંદિર સહિતના સ્થળોએ જતાં પ્રવાસીઓને જૂનાગઢ હાઇવેની બિસ્માર હાલતના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રાજકોટ નજીક આવેલા ગોંડલ ખાતે પ્રખ્યાત સ્વામિનારાયણ મંદિર ભૂવનેશ્વરી તિર્થધામ જેતપુર પાસે પાટિદાર સમાજનું પવિત્ર ધામ કાગવડ ખોડલધામ આવેલું છે. તે ઉપરાંત જેતપુર પાસે વિશ્વ વંદનીય સંત પુ. જલારામ બાપાની જન્મભૂમિ અને કર્મભૂમિ વિરપુર છે અને જૂનાગઢ જિલ્લામાં આપાગીગાના પવિત્ર યાત્રાધામ સત્તાધાર કનકાઈ માતાજીનું મંદિર સહિતના અનેક સ્થળો આવેલાં છે. તેમાં પણ ખાસ કરીને સોમનાથ મહાદેવના દર્શન કરવા જતા યાત્રિકો માટે જૂનાગઢ હાઈવેની બદતર અને બિસ્માર સ્થિતિ માથાના દુખાવારૂપ બની જાય છે. આ હાઇવે પર થોડાં થોડાં અંતરે ટોલનાકા આવે છે. લોકો ટોલટેકસ ભરતાં હોવા છતાં સારાં રસ્તાની સુવિધા મળતી નથી.

જૂનાગઢ ખાતે દરવર્ષે યોજાતા મિની કુંભ મેળા સમાન મહાશિવરાત્રી મેળાનો લાહવો લેવાં દેશ વિદેશમાંથી અનેક પ્રવાસીઓ ઉમટી પડ છે. ત્યારે બિસ્માર હાલતમાં રહેલા ધોરીમાર્ગોને કારણે અન્ય રાજ્યોકે વિદેશી પ્રવાસીઓમાં ગુજરાતની છબી ખરડાય નહીં અને કુછ દિન તો ગુજારીયે ગુજરાત મેં ની લખલૂંટ ખર્ચે તૈયાર કરાયેલી જાહેરાત મુજબ લોકો ફરીથી ગુજરાતના પ્રવાસે આવેતે માટે આ મુખ્ય યાત્રાધામો અને પ્રવાસન સ્થળોને જોડતા તમામ સ્ટેટ હાઇવેની તાકિદે મરામત કરવામાં આવે તેવી માંગ કરી છે 

Leave a Reply

Your email address will not be published.