//

કોરોના સામે લડવા જંગ જારી, ગીરસોમનાથમાં લીમડા, ગુગળ અને કપૂરથી ધૂપ કરાઈ

રાજ્યમાં કોરોનાનો કહેર ચિંતાજનક રીતે વધી રહ્યો છે ત્યારે સોમનાથમાં કોરોનાને હરાવવા કાનુની- આર્યુવેદિક, ધાર્મિક, અને સામાજીક સહિત વિવિધ ક્ષેત્રમાં જંગ જારી કરાયો છે. સમનાથ અને પાટણમાં કોરોના વાયરસને જડમૂળમાંથી નસ્ત નાબૂદ કરવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યો છે ત્યારે સોમનાથમાં સેવાભાવી ભક્તો દ્વારા રેકડીમાં ગુગળ, લીંમડા અને કપૂરનો સતત ધૂપ કરવામાં આવ્યો હતો. ઉંપરાત એક મોટા પીપમાં સુતર દોરાનું રીલ રાખી તે દોરો ગામ ફરતો વીંટ્યો હતો. રેકડીમાં આર્યુવેદીક લીમડાના રસનું સમગ્ર માર્ગ ઉપર અભિષેક કરવામાં આવ્યો હતો. તો આ રેકડી સમગ્ર ગામમાં ફેરવવામાં આવી હતી. રાજ્યમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે ઉલ્લેખનીય છે કે કોરોનાને માત આપવા લોકો દ્વારા અનેક પ્રયોગો કરવામાં આવી રહ્યા છે

Leave a Reply

Your email address will not be published.