/

સિંધિયા ‘કમલ’નાથ પર ભારી અગાઉ તેના પિતાએ પણ છોડ્યું હતું કોંગ્રેસ

આજે ધુળેટી ના પર્વે જ ભાજપે કોંગ્રેસ ના રંગમાં ભંગ પડ્યો અને મધ્યપ્રદેશમાં આજે સવારે જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસનો હાથ છોડી કેશરી રંગ લગાવ્યો હતો સાથે જ જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થકો એ પણ કેસરિયા રંગે રંગાવા કોંગ્રેસ છોડી ભાજપ માં જોડવા નીકળી પડયા હતા.

મધ્યમપ્રદેશ માં કોંગ્રેસ ની કામલનાથ સરકાર છે જેને આજે રાજકારણના ચાણક્ય કહેવાતા શાહ -મોદી ની જોડી એ તોડી પાડી છે અને અને જ્યોતિરાદિત્ય સિંધિયાને ભાજપ માં જોડી સરકાર પછાડી હતી.

જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસના દિગગજ અને મોટા ગજા ના નેતા મધવરાવ સિંધિયા ના પુત્ર છે માધવરાવ સિંધિયા એ પણ આજ થી 17 વર્ષ પહેલા 1993 માં સરકાર તોડી હતી અને પોતાનો પક્ષ અલગ બનાવ્યો હતો.

આજે જ્યોતિરાદિત્ય સિંધિયા પણ પિતાના પગલે ચાલીને કોંગ્રેસ સરકારનો રંગ ઉડાડી કેસરિયો ધારણ કર્યો છે રાજકીય વિશ્લેષકો અને સિનિયર નેતા ઓ ના મતે જ્યોતિરાદિત્ય સિંધિયાને ભાજપે કોણી એ ગોળ ચોંટાડયો છે અને કેબિનેટ માં અથવા મુખ્યમંત્રી પદ આપવા ની વાત કરી હશે તેથી સિંધિયા એ આજે આ પગલું ભર્યું હશે.

કામલનાથે સ્થાનિક માફિયા ઓ સામે કડક કાર્યવાહી કરતા હવે જ્યોતિરાદિત્ય સિંધિયાને પણ તકલીફ પડતી હોવા નું સ્થાનિક રાજકારણીઓ માની રહ્યા છે.

હાલ તો જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમના 21 જેટલા સમર્થક ધારાસભ્યો એ કોંગ્રેસ ની આંખ માં ધૂળ નાખી ને કેસરિયો ખેસ ધારણ કર્યો હોય તેવું સ્થાનિક સૂત્રો જણાવી રહ્યા છે.

જ્યોતિરાદિત્ય સિંધિયાના આ પગલાં થી દેશ ના રાજકારણ માં મોટી હલચલ મચી જવા પામી છે કાતો સિંધિયા મુખ્યમંત્રી ના દાવેદાર બનશે અથવા રાજ્યસભા ના સાંસદ બને તેવી પણ રાજકીય અટકળો હાલ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published.