//

કાજલ અગ્રવાલે મુંબઇના બિઝનેસમેન સાથે પ્રભુતામાં પગલા પાડ્યા

કાજલ અગ્રવાલે મુંબઈમાં બિઝનેસમેન ગૌતમ કિચલુ સાથે લગ્ન કર્યા છે. તેલુગુ, તમિલ અને હિન્દી ભાષાની ફિલ્મો માટે જાણીતી કાજલે આ મહિનાની શરૂઆતમાં જ લગ્ન અંગે જાહેરાત કરી હતી. લગ્ન સમારોહમાં પરિવાર તથા નજીકના મિત્રો ઉપસ્થિત રહ્યા હતાં. કોરોના મહામારીના પગલે મર્યાદિત લોકોને આમંત્રણ આપ્યું હતું.

આ અગાઉ મહેંદી સેરેમની યોજાઈ હતી અને સાંજે હલ્દી સેરેમની યોજાઈ હતી. કાજલ અગ્રવાલે મહેંદી તથા હલ્દી સેરેમનીની તસવીરો સોશિયલ મીડિયામાં શૅર કરી હતી. કાજલે લગ્ન પહેલાં એક સ્પેશિયલ બ્લેક એન્ડ વ્હાઈટ તસવીર શૅર કરી હતી અને કેપ્શન આપ્યું હતું કે તોફાન પહેલાંની શાંતિ. લગ્નના વેન્યુ પર જતાં પહેલાં કાજલ અગ્રવાલ પોતાની માતા સાથે જોવા મળી હતી.

એક રિપોર્ટ મુજબ, ગૌતમ કિચલુ એક બિઝનેસમેન છે અને તે ઇન્ટીરિયર તથા હોમ ડેકોર સાથે જોડાયેલા ઈ-કોમર્સ પ્લેટફોર્મ ‘ડિસર્ન લિવિંગ’નો માલિક છે. કાજલએ ‘સિંઘમ’, ‘સ્પેશિયલ 26’, ‘મગધીરા’ જેવી ફિલ્મમાં કામ કર્યું છે.

Leave a Reply

Your email address will not be published.