/

ભારતીય મૂળના કમલા હેરિશ બનશે અમેરિકાના પ્રથમ મહિલા ઉપ રાષ્ટ્રપતિ

ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેન રાષ્ટ્રપતિ બનશે. આ ઉપરાંત પ્રથમ વખત અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ એક મહિલા બનશે અને તે પણ કમલા હેરિસ. આ પ્રથમ વખત હશે જ્યારે ભારતીય મૂળના કોઇ વ્યક્તિ અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ બનશે. જે એક મોટી સિદ્ધિ છે.

કમલા હેરિસને ડેમોક્રેટિક પાર્ટીએ અમેરિકાની ચૂંટણીમાં ઉપ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવ્યા હતાં. તે ભારતીય મૂળના છે. અમેરિકાના રાજકારણમાં હવે કેટલાક ભારતીયો જગ્યા બનાવી ચુક્યા છે. જેમાં કેટલાક હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ માટે ચૂંટાયા છે તો કેટલાક સીનેટ માટે ચૂંટાયા છે. આ વખતે પણ ચાર ભારતીયોએ અમેરિકાની ચૂંટણીમાં જીત મેળવી છે. ઉલ્લેખનિય છે કે કમલા હેરિશ કેલિફોર્નિયાના અટોર્ની જનરલ રહી ચુક્યા છે. તે પોલીસ સુધારાના મોટા સમર્થક છે. ડેમોક્રેટિક પાર્ટીમાંથી રાષ્ટ્રપતિની ચૂંટણી લડી રહેલા બિડેને તેમણે, ‘બહાદુર યોદ્ધા અને અમેરિકાના સૌથી શાનદાર નોકરશાહમાંથી એક’ ગણાવ્યા હતાં.

કમલા હેરિસના નાના ચેન્નાઇના બ્રાહ્મણ પરિવાર સાથે સબંધ ધરાવે છે, તેમનું નામ પીવી ગોપાલન હતું. તે ભારતીય લોક સેવામાં અધિકારી હતા, તેમણે ઝામ્બિયામાં પણ સરકાર માટે સેવાઓ આપી હતી. ગોપાલનની મોટી પુત્રી શ્યામલા અમેરિકામાં અભ્યાસ માટે ગઇ હતી. કમલા તે શ્યામલાની જ પુત્રી છે.

કમલાને ભારતીય હોવા પર ગર્વ

કમલા હેરિસની માતા શ્યામલા કેન્સરના ક્ષેત્રમાં વૈજ્ઞાનિક હતા. પિતા ડોનાલ્ડ હેરિસ જમૈકન હતા. કમલાનો જન્મ અમેરિકામાં થયો. જોકે, બાદમાં માતા-પિતાના છુટાછેડા થઇ ગયા હતાં. પરિવારમાં હંમેશા ભારતીય સંસ્કારોની પ્રાથમિકતા રહી છે. આ સંસ્કાર કમલામાં પણ આવ્યા છે. કમલા ખાસ કરીને ખુદને ભારતીય મૂળના હોવાના કારણે ગર્વ કરે છે.

કમલાની માતાનું વિદેશમાં ઉચ્ચ શિક્ષણ

કમલા હેરિસના માતા શ્યામલાએ પોતાની મરજીથી 1960ના દાયકામાં જમૈકાના ડોનાલ્ડ સાથે લગ્ન કર્યા હતાં. પરિવારની નારાજગી આ વાતની નહતી કે કોઇ આફ્રિકન સાથે લગ્ન કર્યા. પરંતુ તે હતી કે તેને પરિવારને આ વિશે કેમ પહેલા ન જણાવ્યું. શ્યામલા તે સમયે ઘણી ઓછી ભારતીય મહિલાઓમાંથી એક હતી, જે વિદેશ જઇને ઉચ્ચ શિક્ષિત હતી અને પોતાના નિર્ણય ખુદ લેતી હતી.

કમલાના મામા બાલચંદ્રનને લઇ એક પ્રાઇવેટ અખબારે રિપોર્ટ છાપ્યો છે, તેના અનુસાર શ્યામલા પર પોતાના પિતા ગોપાલનના વ્યક્તિત્વ અને મૂલ્યોનો મોટો પ્રભાવ હતો અને શ્યામલાથી કમલાને પણ મળ્યો. શ્યામલા ગાયિકા હતી અને નાની ઉંમરમાં જ રેડિયો પર ગાતી હતી, તે સમયે મળતા રૂપિયા ગોપાલન શ્યામલાને જ રાખવા માટે કહેતા હતાં. અમેરિકામાં અભ્યાસ દરમિયાન તે બાદ 1960ના દાયકામાં શ્યામલા અશ્વેત લોકોના અધિકારો સાથે જોડાયેલા આંદોલનમાં સક્રિય રહી અને સમાનતા માટે લડતી રહી. કમલા હેરિસે પહેલા ડેમોક્રેટિક પાર્ટીમાં રાષ્ટ્રપતિ પદ માટે પોતાનું અભિયાન શરૂ કર્યુ. પરંતુ તેમાં જો બિડેન બાજી મારી ગયા હતા. તે બાદ બિડેને તેમણે ઉપ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કર્યા હતાં.

પિતા અને માતા થયા અલગ

કમલા જ્યારે પાંચ વર્ષની હતી ત્યારે તેની માતા શ્યામલા અને પિતા ડોનાલ્ડ હેરિસ અલગ થઇ ગયા હતાં. કમલા અને તેની બહેનની સંભાળ તેની સિંગલ હિંદૂ મધરે જ કરી હતી. કેન્સર રિસર્ચર અને માનવ અધિકાર કાર્યકર્તા શ્યામલા અને તેની બન્ને દીકરીઓને ‘શ્યામલા એન્ડ ધ ગર્લ્સ’ના નામથી ઓળખવામાં આવે છે. કમલાની માતાએ સુનિશ્ચિત કર્યુ કે તેમની બન્ને દીકરીઓ પોતાની પૃષ્ઠભૂમિને સારી રીતે જાણતા મોટી થાય.

કમલા પોતાની આત્મકથામાં લખે છે, “મારી માતા એ સારી રીતે જાણતી હતી કે તે બે અશ્વેત દીકરીઓને મોટી કરી રહી છે, તેમણે ખબર હતી કે જે દેશને રહેવા માટે પસંદ કર્યો છે તે માયા અને મને અશ્વેત યુવતીઓ તરીકે જ જોશે. પરંતુ તે આ વાતને લઇને દ્રઢ હતી કે તે પોતાની દીકરીઓની સાર સંભાળ તે રીતે કરશે કે તે આત્મવિશ્વાસી અશ્વેત મહિલા તરીકે દુનિયા સામે આવે.

1970ના દાયકામાં જ્યારે શ્યામલાના છુટાછેડા થયા ત્યારે તે પોતાની બન્ને દીકરીઓ કમલા અને માયાને લઇને અવાર નવાર ભારત આવતી હતી. 1964માં જન્મેલી કમલા પોતના બાળપણમાં નાનાના રિટાયર મિત્રો સાથે ટહેલવાના સમય સાથે રહેતી હતી.

કમલાના ભારતમાં રહેનારા મામા બાલચંદ્રન અમેરિકાથી ઉચ્ચ શિક્ષિત થયા બાદ ભારતમાં જ શિક્ષણ સાથે જોડાયેલા રહ્યા હતાં. બાલચંદ્રને એકમેક્સિકન મહિલા સાથે લગ્ન કર્યા હતાં. કમલાની એક માસી સરલા પ્રસૂતિવિજ્ઞાનમાં હતા અને જીવનભર લગ્ન કર્યા નહતાં. વધુ એક માસી મહાલક્ષ્મી કેનેડામાં સૂચના વૈજ્ઞાનિક હતાં.

કમલા હેરિસે 2014માંં પ્રભુતામાં પગલા માંડ્યા

કમલા હેરિસે 2014માં વકીલ ડગલસ એમ્પહૉફ સાથે લગ્ન કર્યા હતાં. જેમાં તેમણે ભારતીય અને યહુદી બન્ને પરંપરાથી લગ્ન કર્યા હતાં . કમલાએ ડગલસને ફૂલોની માળા પહેરાવી હતી જ્યારે ડગલસે યહુદી પરંપરા હેઠળ પગથી કાંચ તોડ્યા હતા. કમલા ત્રણ પુસ્તક લખી ચુક્યા છે, જેમાં બે નોન ફિક્શન અને એક બાળકોનું પુસ્તક છે.

Leave a Reply

Your email address will not be published.