સૌરાષ્ટ્ર ના દબંગ ધારાસભ્ય કાંધલ જાડેજા આમતો માથાભારે ગેંગ લીડર હોવાની છાપ ધરાવે છે પરંતુ છેલ્લા થોડા સમય થી ધારાસભ્ય લોકોની સેવામાં લાગી જતા કાંધલ જાડેજા ની લોક ચાહના વધી રહી છે કાંધલ જાડેજા પોતાના વતન કડછ ગામે અવાર નવાર જાય છે અને પોતાના મત વિસ્તાર ના લોકો ના સુખ દુઃખના દરેક પ્રશ્નગ માં હાજરી આપતા રહે છે
બે દિવસ પહેલા કડછ ગામે એક ધાર્મિક કાર્યમાં સતત હાજર રહ્યા હતા ત્યાં લોકડાયરા માં રૂપિયા ઉડાડતા અને તેના પર રૂપિયા નો વરસાદ થતાં ફોટા વિડીયો વાયરલ થયા હતા પરંતુ આજે સમાચારવાલા પાસે એક એવો વિડીયો છે જે જોઈ તમે દંભ માં રહી જશો એક ધાર્મિક કાર્યક્રમમાં કડછ ગામે પ્રસાદીનો પણ કાર્યક્રમ હતો જેમાં કાંધલ જાડેજા ચોખ્ખા ઘી માં માલપુડા બનાવતા જઝરે પડે છે
વાત જાણે એમ છે કે પોરબંદર જિલ્લાના કડછ ગામમાં રામદેવપીરના બારપોરા પાઠનું આયોજન હતું જેમાં દબંગ ધારાસભ્ય કાંધલ જાડેજાએ ટબટબતા ઘીમાં માલપુડા બનાવતા નજરે પડ્યા. આમતો કાંધલ જાડેજા લોકો ની વચ્ચે બહુ ઓછા જોવા મળતા હતા પરંતુ જ્યારથી રાજકારણ માં સક્રીય થયા ત્યારથી કાંધલ જાડેજા રાણાવાવ -કુતિયાણા મત વિસ્તાર ના લોકોની વચ્ચે સતત જોવા મળી રહ્યા છે .